SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. અહીં પ્રશ્ન એ થાય છે કે વનવાસમાં લક્ષ્મણની ઝૂંપડી જુદી હતી, પણ રામ અને સીતા બને તો એક જ મોટી ઝૂંપડીમાં સાથે રહેતાં હતાં. શ્રી રામચંદ્રજી પોતે સીતાના પતિ હોવા છતાં તે ઘરેણુને ઓળખી શક્યા નહિ. એમાંથી એ જ અર્થ તારવી શકાય છે કે વનવાસમાં શ્રી રામચંદ્રજી અને સીતાજી બંને સહજ-સહજ બ્રહ્મચર્ય પાલના પૂરી રીતે કરતાં હતાં, અને બંને એક બીજાને બ્રહ્મરૂપે જ જોતાં હતાં. આ જોતા સેંકડો વર્ષ પહેલાંના ભારતીય ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યને કેવું અને કેટલું ઊંચું સ્થાન હતું ? તે સ્પષ્ટ જણાઈ રહે છે. આ પછી વાનપ્રસ્થાશ્રમ આવે છે, એમાં પણ સમાજ નિષ્ઠાની સાથે બ્રહ્મચર્ય જોડવામાં આવ્યું છે. સમાજ નિષ્ઠાની સાથે–સાથે પિતાના કુટુંબ પ્રત્યે પણ આસકિત રહે, એમાં વૃદ્ધિ થતી રહે, સંતાન પેદા થતાં રહે, એ વસ્તુ ચાલી શકે નહીં. માટે તો સમાજ નિષ્ઠા ખાતર બ્રહ્મચર્યનું પાલન જરૂરી બની જ રહે છે. દા. ત. મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે તેમના મનમાં એક વિચાર ઊ, કે “સંતાન વૃદ્ધિની સાથે સમાજ સેવાનું કાર્ય કરવાનું બહુ મુશ્કેલ છે.” એટલે તેમણે નિર્ણય કર્યો કે સમાજસેવા માટે બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. અને તેમણે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશીને રાષ્ટ્રસેવા માટે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. છેવટે વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યાસાશ્રમ આવે છે. એમાં તે મુખ્યત્વે બ્રહ્મચર્ય નિષ્ઠા હોય જ છે. બ્રહ્મનિષ્ઠા વગર સંન્યાસાશ્રમ સિદ્ધ જ ન થઈ શકે. એટલે સંન્યાસાશ્રમમાં તે બ્રહ્મચર્ય પર સર્વોચ્ચ વજન મુકાયું. આ રીતે સર્વપ્રથમ બ્રહ્મચર્યાશ્રમ, ત્યાર પછી થોડાં માટે વાસના પર અંકુશ લાવનારે ગૃહસ્થાશ્રમ, ત્યારપછી વાનપ્રસ્થાશ્રમ અને છેલે સંન્યાસાશ્રમ, આ યાજના પ્રમાણે દરેક આશ્રમમાં માર્યાને ચારેય આશ્રમના પાયામાં મૂકવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy