________________
એટલે કે બ્રહ્મચર્ય પંથે ચાલતાં થાક લાગે ત્યાં ગૃહસ્થાશ્રમ વિસામારૂપ છે. આથી જ જિસસ બ્રહ્મચારી જ રહ્યા હતા કે જેને લાગે પણ માન્ય રાખ્યા છે. તો સવાલ થશે કે માનસશાત્રે કહ્યું છે કે –
જાતીયતાની વૃત્તિ પ્રાણી માત્રમાં હોય છે.” ફ્રોઈડ નામના પાશ્ચિમાય તત્વચિંતકે “આ જાતીયતા સ્વાભાવિક છે” એમ બતાવ્યું છે તેનું શું ?
આનો અર્થ એટલે જ કે સ્ત્રી પુરુષનું સાહચર્ય અનિવાર્ય છે, પણ મિથુનપણું અથવા સંતાન સર્જનક્રિયા અનિવાર્ય નથી. આથી જ બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધા સંન્યાસમાર્ગે પણ ઘણું સાધસાધિકાઓ ગયાં છે. જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય, ગુજરાતના હેમચંદ્રાચાર્ય ઈતિહાસનાં જાણીતાં રનો છે. મીરાંબાઈ પરણવા છતાંય કુમારીવત રહ્યાં હતાં. ગાંધીયુગમાં આવાં ઘણું ભાઈ બહેન છે. દા. ત. સંત વિનોબાજી. તેઓ ત્રણેય ભાઈઓ નૈષ્ઠિક બ્રહ્મચારી જ રહ્યા છે. તે જ રીતે બહેન વિમલાતાઈ જેવાં બહેનને પણ લેખાવી શકાય. રામચંદ્રજી ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા પણ જ્યારે તેમણે વનવાસ સ્વીકાર્યો ત્યારે સીતાજી સાથે હોવા છતાં બ્રહ્મચર્યમય જીવન રાખ્યું. સીતાજીને જ્યારે રાવણ અપહરણ કરીને લઈ જાય છે, ત્યારે સીતાજી રસ્તામાં ઘરેણું નાખતાં જાય છે, જેથી રામચંદ્રજીને પત્તો લાગી જાય કે સીતાને આ રસ્તે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે જ્યારે રામચંદ્રજી સીતાજીની શોધમાં નીકળે છે, ત્યારે તેમને સીતાજીના નાખેલાં ઘરેણું મળે છે. અને પિતે લઘુભ્રાતા લક્ષ્મણજીને એ ઘરેણું બતાવીને પૂછે છે કે “ભાઈ! આ ઘરેણું તું ઓળખે છે, એ કોનાં છે ?” ત્યારે શ્રી લક્ષ્મણજી કહે છે:
'नाऽहं जानामि केयुरं, नाऽह जानामि कुंडले नपूरे त्वभि जानामि, नित्य पादाभि वन्दनात्'
કેયુર અને કુંડલ જે ઉપરના ભાગના ઘરેણાં છે, તે તે હું ઓળખતા નથી. પણ હું દરરોજ સીતામાતાના ચરણમાં વંદન કરતા હતો, તેથી નૂપુરે ( ઝાંઝર) ને જરૂર ઓળખું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com