________________
૧૦
ખાતર આપવાથી જેટલું ફાયદો થાય છે, તેના કરતાં તે નાનું હોય
રે વધારે ફાયદો થાય છે. મનુષ્ય–જીવનનું પણ એમ જ છે. એ ખાતર મનુષ્યજીવનને છેવટ સુધી મળતું રહે તે સારું જ છે; પરંતુ જીવનના આરંભકાળમાં તો એ બહુ જ આવશ્યક છે. બાળકોને દૂધ અપાય છે, તેમને એ છેવટ સુધી મળતું રહે તો સારું જ છે, પણ ન મળે તે, નાનપણમાં તો તેમને એ સારી પેઠે મળવું જ જોઈએ. શરીરની પેઠે આત્મા અને બુદ્ધિ માટે પણ જીવનના આરંભકાળમાં સારે ખેરાક મળવો જોઈએ. એટલા જ માટે બ્રહ્મચર્યાશ્રમની કપના છે. બ્રહ્મચર્ય આમ પણ સૌથી મોટો ગુણ છે. એ ગુણ જેનામાં હોય એને જીવનના બધાં જ ભય–સ્થળોમાં મોટી મદદ મળે છે. એટલે બાળકમાં અધ્યયન કાળ સુધી બ્રહ્મચર્યની બુનિયાદી નિષ્ઠા માટે બ્રહ્મચર્યાશ્રમ રાખવામાં આવેલ છે.
બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ આવે છે. એમાં પતિપત્ની બંનેની પરસ્પર–નિષ્ઠા અને વિકાસ થાય એ રીતે સંયમિત રહેવાનું સૂચવ્યું છે. માત્ર સંતાન–પ્રાપ્તિના હેતુથી જ સ્ત્રી સહવાસ કરવો, બાકી બ્રહ્મચર્યનું લક્ષ્ય રાખવું. આ પરથી સ્પષ્ટ જણાશે કે ગૃહસ્થાશ્રમનો આધાર પણ બ્રહ્મચર્ય બને છે. ગૃહસ્થાશ્રમમાં સંતાનની વાસના સાથે સાથે સંતાન–સેવા, કુટુંબ–સેવા અને ક્રમે–ક્રમે સમાજસેવાની વાત પણ આવે છે, એટલે ગૃહસ્થાશ્રમી પણ બ્રહ્મચર્યલક્ષી હોવો જોઈએ વાસના–લક્ષી નહીં. સ્વપની સિવાય બીજી બધી સ્ત્રીઓ માતા, બહેન કે પુત્રી સમાન છે, સ્વપત્નીની સાથે પણ મર્યાદિત વાસના સેવન જ કરી શકાય. આ રીતે ગૃહસ્થાશ્રમમાં પણ થોડીક વાસના સિવાય, બાકી બ્રહ્મચર્યને જ બહોળો ભાગ છે. થોડી જે વાસના છે, તેના ઉપર પણ નિયંત્રણ રાખવા માટે ગૃહસ્થની સાથે આશ્રમ શબ્દ જોડવામાં આવ્યું છે. મહાત્મા ટોલસ્ટેય (જેઓ મ. ગાંધીજીના ત્રણ પ્રેરકે પૈકીના એક હતા, તેઓ) એમ માને છે કે ગૃહસ્થાશ્રમણ અન્ય આદર્શ બ્રહ્મચર્ય છે. તેને જ સાધવા સારુ મર્યાદા દંપતીતણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com