________________
ચારે આશ્રમનો પાય-બ્રહ્મચર્ય સૌ આશ્રમ નદી રૂપ, ને બ્રહ્મચર્ય સાગર;
બ્રહ્મચર્યથી સિંચાજે, વિશ્વે સમગ્ર જીવન. (૧) ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને એક મુખ્ય વિષય માનવામાં આવ્યું છે. આમ તો દુનિયાના બધા ધર્મોમાં બ્રહ્મચર્યને વિચાર અને પ્રયોગ કરવામાં આવ્યું છે, પણ ભારતના ધર્મો, ધર્મ અને સાહિત્યમાં બ્રહ્મચર્યને જે વ્યવસ્થિત અને ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે, અને જેટલા પ્રોગે ભારતમાં થયા છે, તેટલા વિચાર અને પ્રયોગો બીજા દેશે કે પૌર્વાત્ય ધર્મોમાં ભાગ્યે જ કરવામાં આવ્યા છે.
ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચર્યને મહત્ત્વપૂર્ણ સ્થાન એટલા માટે મળ્યું છે કે એ ચારેય આશ્રમને પામે છે. ત્યારે આશ્રમની ગઠવણ કરીને ભારતીય સંસ્કૃતિનાં તત્વચિંતકેએ બ્રહ્મચર્યને સમગ્ર સમાજ વ્યાપી બનાવવાનો પુwાર્થ કર્યો છે. ભારતના ધર્મ વિચારમાં એનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. માનવજીવનમાં સૌથી પહેલે કાળ અધ્યયન કાળ હોય છે; એમાં ગુરુનિખા, અધ્યયન નિષ્ઠા અને સંસ્કાર નિષ્ઠા હેવી જરૂરી છે. એ ત્રણેય નિષ્ઠાઓ માટે બ્રહ્મચર્ય જરૂરી માનવામાં આવ્યું છે. બાલ્યકાળથી જ ગળથુથીમાં બ્રહ્મચર્યની તાલીમ બાળકને મળી જાય તો એના ભાવિ જીવનનું ઘડતર સારી પેઠે થઈ શકે એ દૃષ્ટિએ બ્રહ્મચર્યાશ્રમ સૌથી પહેલે અને આવશ્યક માનવામાં આવ્યો છે. બ્રહ્મચર્યાશ્રમને હેતુ એ છે કે મનુષ્યના જીવનને આરંભમાં સારું ખાતર મળે. જ્યારે વૃક્ષ નાનું હોય છે, ત્યારે તેને ખાતરની વધારે જરૂર હોય છે. મોટું થયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com