________________
૧૬
છે. એટલે આજના યુગમાં જ્યારે ભૌતિક વિજ્ઞાને દુનિયાને અત્યંત નજીક લાવી મૂકી છે ત્યારે કોઈપણ પ્રદેશ કે સાધુસંત, બ્રાહ્મણ, શ્રમણ, અતડે રહી જ ન શકે. માટે હવે વિશ્વની સર્વાગી સાધના માટે બ્રહ્મચર્યની નિષેધાત્મક અર્થ ઉપર નહિ પણ વિધેયાત્મક અર્થ પર વધારે ઝોક આપવો પડશે.
આ જીવન પવિત્ર ગાળવાની દૃષ્ટિએ કોઈ બ્રહ્મચર્યનું પાલન કરવા ઈચ્છે તો તેને માટે બ્રહ્મચર્યની અભાવાત્મક વિધિ કામ આવવાની નથી. એનો સાચો નિષેધાત્મક અર્થ પણ સ્ત્રીઓથી અતડા રહેવું એ નથી થતો. વિષય વાસના ન રાખે એટલું જ માત્ર એનું રહસ્ય છે.
બ્રહ્મચર્યની વિધેયાત્મક બાજુ એ છે કે અગાઉ ઉલેખ્યું તેમ બ્રહ્મ–એટલે વિશ્વના આત્માઓ અને ચર્ય એટલે વિચરણ કરવું મતલબ કે સૂક્ષ્મ સ્થળ બધી ઈન્દ્રિયોની શક્તિ અને હૃદય–બુદ્ધિની શક્તિ વિશ્વાત્માઓની સેવામાં વાપરવી, ધર્મ દૃષ્ટિએ સમાજ રચના કરવા માટે વિશ્વવાત્સલ્યમય પુરુષાર્થ કરવો. આ અર્થ આજના યુગની દષ્ટિએ પણ બંધબેસતા છે. અને કોઈપણ ધર્મગ્રંથ સાથે એને બાધ પણ આવતું નથી. હવે આપણે એ વિષે જરા ઊંડાણમાં જઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com