________________
વિશ્વની સર્વાગી સાધનામાં પરસ્પર પૂરતાની જરૂર
જગે નર અને નારી, છે પરસ્પર પૂરક
સર્વાગી સાધના –ણુએ બેય ભૂલક. (૩) પૂર્ણ બ્રહ્મચર્ય માટે જે વિશ્વની સર્વાગી સાધના અનિવાર્યપણે જરૂરી છે તે એવી વિશ્વની સર્વાગી સાધના માટે સ્ત્રી અને પુરુષ એ બનેની પરસ્પર પૂરતાની પણ અનિવાર્ય જરૂર છે. સ્ત્રી અને પુરૂષ બંને પરસ્પર પૂરક બને છે, ત્યારે જ વિશ્વની સર્વાગી સાધના વ્યવસ્થિત રીતે ચાલી શકે છે. બ્રહ્મચર્ય માટે જ્યારથી સ્ત્રીથી પુરુષનું અતડાપણું અને અલગતા તેમજ પુરવાથી સ્ત્રીનું અતડાપણું અને અલગતા સેવવામાં આવી ત્યારથી એકાંગી સાધના ભલે થઈ હાય, પણ સર્વાગી સાધનામાં ગાબડું પડયું છે. કેટલાક ગુણ નારીમાં મુખ્ય હોય છે. કેટલાક ગુણે પુરુષમાં મુખ્ય હોય છે. જે ગુણમય સૃષ્ટિ રચવી હોય છે જે જે ગુણોની ન્યૂનતા સ્ત્રી અને પુરુષ બંનેમાંથી જેનામાં હોય તે-તે ગુણો અરસપરસ પૂરવા પડશે. જો આ રીતે અરસપરસ ગુણની પૂર્તિ કરવી હોય તો બ્રહ્મચારી સાધક-સાધિકાઓએ નિર્વિકારભાવે એકબીજાની નજીક આવવું જ પડશે, અને બ્રહ્મચર્યને વિધેયામક અર્થ ઉપર વધારે ભાર મૂકવો પડશે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંનેની પરસ્પર પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપવામાં આવ્યું છે. તેની પાછળ એ જ તત્ત્વ છે કે, આ વિશ્વની સર્વાગી સાધના નર અને નારીના બનેના સહયોગથી જ થઈ શકે છે. સર્વાગી સાધનાની જેમણે જવાબદારી લીધી હોય તેમણે (સ્ત્રી) સાધિકાએ પુરષથી અને પુરુષ સાધકે સ્ત્રીથી નિર્દોષ ભાવે પણ દૂર રહેવાથી હવે કામ ચાલવાનું નથી. જેઓ આવી જવાબદારી લઈને તદ્દન અતડા રહેવા ગયા,
એવા એક જૈન મુનિનું ઉદાહરણ જાણીતું છે. તેમણે ઘેર જંગલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com