________________
૧૮
જઈ ધ્યાન ધર્યું; તે ઉત્કટ સાધના કરવા લાગ્યા. સમાજથી અતડા રહીને અને સ્ત્રી સપથી તદ્દન છેટા થઇને તેઓ આ સાધના કરે છે. પણ ભગવાન ઋભદેવ બાહુબલિ મુનિની આવી સાધનામાં સર્વાંગીપણું જોતા નથી, અને તેને લીધે બાહુબલિને પૂર્ણ આત્મજ્ઞાન થતું નથી, “ટે તે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને (જે ગૃહસ્થાશ્રમી પક્ષે પેાતાની પુત્રીઓ હતી.) બાહુબલિ મુનિને પ્રતિમેષ આપવા અને તેમનામાં જે કચાસ હતી તે દૂર કરવા મેકલે છે. જેવી અને સાધ્વી બાહુબલિમુનિને પ્રેરણાત્મક વાકયા કહે છે, તેવા જ તે નગૃત થઇ જાય છે, તેમને પેાતાની સાધનાની ઊણપનું ભાન થઇ જાય છે. અને તે તેને દૂર કરવા માટે પગલાં ભરે છે કે તરત જ પૂર્ણ આત્મજ્ઞાન મેળવી લે છે. અહીં પ્રશ્ન એ જ થાય છે કે જો ઋભદેવ સ્વામી પુરુષ સાધકને સ્ત્રી સાધિકાઓથી તદ્ન અતડા રાખવા માગત અને એમાં જ વિશ્વની સર્વાંગી સાધના જોત તા પછી બ્રાહ્મી અને સુંદરી નામની એ સાધ્વીઓને બાહુબલિ મુનિને પ્રેરણા આપવા શા માટે મેાકલત? શા માટે કાઇ પુરુષ સાધકને ન મેાકલાવત ? એટલે આમાંથી એ વસ્તુ સિદ્ધ થઈ જાય છે કે બ્રહ્મચારી સાધક–સાધિકાઓ માટે નિર્દોષપણે પણ અતડા રહેવું, એકબીજાના પૂરક ન બનવું એ વિશ્વની અને સમાજની સર્વાંગી સાધનામાં કચાસ રાખવા જેવુ છે.
આ રીતે સાધિકાએ પણ બ્રહ્મચર્ય સાધના માટે પુરુષ સાધકથી તદ્દન અતડા રહેવાની અને સંપર્ક નહિ રાખવાની જરૂર નથી. જો કે સદ્ભાગ્યે સ્ત્રીએ તે પ્રાયઃ પુરુષની વાંચ્છે જ છે. મીરાંબાઈ એ પતિના દેહભાવે ત્યાગ કર્યો. પણ આત્મ ભાવે તેા ત્યાગ કર્યો જ નથી. અને અનેક ટીકા થવા છતાં તેમણે પુરુષોની પૂરકતા હરહ ંમેશ સ્વીકારી જ હતી. એને જ પરિણામે તે જમાનાના શ્રેષ્ઠ સાધુ જીવા ગેાંસાપ્નું સ્ત્રીથી અતડાપણું હતું, તેને પણ ટકારવાનાં નિમિત્ત ભૂત બની ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com