________________
સ્ત્રી અને પુરુષના મુખ્ય ગુણો સ્ત્રી જાતને પુરુષોના–સગુણો સંધિ પામતાં; ખંડે સંધાઈ બંને એ–પામે આમા–અખંડતા. (૪) હવે આપણે એ જોવાનું છે કે સ્ત્રીઓમાં મુખ્યત્વે ક્યા-કયા ગુણ છે ? અને પુરુષોમાં મુખ્યત્વે કયા ગુણે છે ? નારીના ગુણમાં મુખ્ય ગુણે ગીતામાં આ રીતે વર્ણવેલ છે – જોતિ રીવા પિ તિઃ સામા
નારીઓના મુખ્ય ગુણે કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, વૃતિ અને ક્ષમા છે. આમ તો કીર્તિ, એ કઈ ગુણ નથી, પણ ગુણનું ફળ છે. સારાં કામ કરવાથી માણસને કીર્તિ મળે છે. પુરુષ કરતાં સ્ત્રીઓમાં સારાં કામે નિઃસ્વાર્થ ભાવે કરવાની વૃત્તિ હોય છે, એટલે કીર્તિ સહેજે મળે છે. શ્રી પણ ગુણનું ફળ છે. શારીરિક અને માનસિક આરેથી શ્રી એટલે શોભામાં વૃદ્ધિ થાય છે. શારીરિક અને માનસિક આરોગ્ય સાચવવાની કળા નારીમાં નર કરતાં વધારે છે. વાણીની કમળતા અને પ્રિયતા પણ સ્ત્રીને એક ગુણ છે. સ્મૃતિને આધાર મનની પવિત્રતા છે. નારીમાં મનની પવિત્રતા પુરુષ કરતાં સ્વાભાવિક રીતે વધારે હોય છે, એટલે સ્મૃતિ પણ એના જીવનને એક ગુણ છે. સ્કૂરણ શક્તિ પણ બુદ્ધિની પવિત્રતા ઉપર આધારિત છે. પુરુષો અનેક વ્યાપારમાં પરેવાઈ રહેલા છે અને સ્વાર્થ ભાવનાનું આવરણ એના ઉપર હાઈ બૌદ્ધિક પવિત્રતા ઓછી હોય છે. અને બૌદ્ધિક પવિત્રતા જેનામાં વધારે હોય તેનામાં મેધા એટલે ફરક્ષાશક્તિ વધારે હોય જ. આ દૃષ્ટિએ પુરષ કરતાં નારીમાં મેધાને ગુણ પણ વધારે હોય છે. સ્ત્રી વળી સહિષ્ણુતાની મૂર્તિ હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com