________________
૬૭.
ઉતરવાનું સ્થળ ન મળે; (૩) જ્યાં ભયજનક યક્ષાદિ સ્થળ હોય, (૪) ચેર કે લૂંટારા દ્વારા રંજાડ થવાની શંકા હૈય, (૫) સાધ્વીના શીલ ઉપર આક્રમણની શંકા હોય. એવી જ રીતે બીજે સ્થળે સાધુઓ માટે આવું પણ વિધાન કરવામાં આવ્યું છે કે કોઈ સાધ્વી વિક્ષિપ્ત થઈને, કલહને કારણે, માનસિક વ્યથાને કારણે, સંકટ કે ઉપસર્ગ આવી પડ્યો હોય તેને કારણે વ્યાકુલ અને અધીર થઈને સાધુઓ પાસે આવી હોય તે સાધુઓ તેને પિતાને સ્થળે આશ્રય આપે (ભલે ત્યાં મર્યાદા સાચવવા માટે પડદે આડા કરી દેવાય,) આશ્વાસન આપે, તેનું રક્ષણ કરે. એવી જ રીતે બહ૯૯૫ સૂત્રમાં એવું પણ વિધાન મળે છે કે કઈ સાધ્વી અત્યંત રુણ હોય, તેની સેવા કરનાર બીજી કઈ સાધ્વી ન હોય એ વખતે સાધુ તેને વૃદ્ધ હોય તો માતા રૂપે માની, અને સમવયસ્ક હોય તે ધર્મબહેન માની તે નિર્વિકારભાવે સેવા શુશ્રષા કરે.”
આ વિધાને ઉપરથી આ વસ્તુ ફલિત થાય છે કે બ્રહ્મચર્યને સામાજિક અને સર્વાગી સાધનાનું અંગ બનાવવા માટે, સામાજિક દષ્ટિએ પણ આવાં જોખમે ખેડાયાં છે. અલબત્ત બૌદ્ધ સંધમાં ભગવાન બુદ્ધે સ્ત્રીઓને પ્રવજિત કરવાની પહેલાં તે ના પાડી હતી. અને જોખમ ખેડવા તૈયાર નહોતા થયા, પણ જ્યારે એક દિવસ તેમના મહાન શિષ્ય આનંદ એક નારીને લઈને બુદ્ધ પાસે આવ્યા અને વિનંતિ કરી કે આ સ્ત્રી ઉપદેશ કરવા યોગ્ય છે, એને આપ દીક્ષા આપ.” છતાં બુદ્ધ ભગવાને કહ્યું કે “હું આજે આનંદના કહેવાથી એક સ્ત્રીને દીક્ષા આપી રહ્યો છું, પણ આ એક મોટું જોખમ વહેરી રહ્યો છું.'
પણ સ્ત્રીઓને દીક્ષા આપવાનું જોખમ ખેડીને ભગવાન બુદ્ધ ધર્મને પ્રચાર દૂર સુદૂર દેશમાં પણ કરી શક્યા હતા, એ હકીક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com