________________
પોતાના કુટુંબીઓની સારી પેઠે સેવા કરતી હતી. પણ તેના સાસુસસરા ઈતર ધર્મી હોઈ તેના પ્રત્યે ધૃણું દૃષ્ટિથી જોતા હતા. એવામાં એક દિવસ એક જિનકલ્પી જૈનમુનિ સુભદ્રાને ત્યાં ભિક્ષા માટે આવ્યા. જિનકલ્પી મુનિની આંખમાં કણું પડીને ખેંચી ગયું હતું, તેને લીધે આંખોમાંથી પાણી નીતરતું હતું. મુનિની આ ચક્ષુપીડા જોઈ જૈન ધર્માનુયાયી સુભદ્રાએ પિતાની જીભ વતી મુનિની આમાં પડેલા કણાને કહ્યું. તે વખતે સુભદ્રાના કપાળ ઉપર જે કુંકુમ, ચાંલ્લે હતો તે સગવશાત મુનિના અંગ ઉપર અંકિત થઈ ગયે. આમ સુભદ્રાએ ભક્તિભાવે મુનિના શરીરને નિર્વિકારી સ્પર્શ કર્યો હતું, પણ તે સ્પર્શને તેની સાસુ અને કુટુંબીઓ સહી ન શક્યા. સુભદ્રા ઉપર તેમણે ખોટું આળ ચઢાવ્યું. પરંતુ સતી સુભદ્રાએ પોતાની શીલની પૂર્ણરીતે પરીક્ષા આપી, તેમાં પાસ થઈ ત્યારે બધાયને ખાતરી થઈ ગઈ કે ખરું શું હતું? આ રીતે જોખમ ખેડવાથી જ બ્રહ્મચર્યની સાચી કસોટી થઈ શકે. અને કસોટીમાં પાર ઉતરેલા સાધુસંન્યાસીઓ અને સાધ્વીઓ જ સામાજિક ક્રાંતિ કરી શકે અને ભવ્યાંજલિના પાત્ર બની શકે અને એ રીતે છેવટે એ બધાની સાચી પ્રગતિ થઈ છે, એમાં શંકા નથી.
જૈન સૂત્રોમાં એક બાજુ બ્રહ્મચારી સાધક-સાધિકા માટે નવાવાડની કડક મર્યાદા મૂકી. પણ બીજી બાજુ આ મર્યાદાને એકાંતરૂઢ કે જડ નથી બનાવી. જૈન સંઘમાં મૂળે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય ન સચવાય તે આવાં જોખમ ખેડવાના આગ્રહે પ્રથમથી જ રાખવામાં આવ્યા છે. જૈન સુત્ર ઠાણાંગનાં પાંચમા ઠાણમાં બતાવવામાં આવ્યું છે કે પાંચ કારણોથી નિગ્રંથ કે નિગ્રંથી એક સ્થળે રહે, કાયોત્સર્ગ કરે, શયન કરે, બેસે, સ્વાધ્યાય કરે તે મર્યાદા ઉલ્લંઘન કરતાં નથી, તે પાંચ કારણો સંક્ષેપમાં આ છે. (૧) જ્યાં વસતિ ન હોય અથવા અવાંછનીય વસતિ
હોય એવી મોટી અટવીમાં, (૨) ગ્રામ, નગર કે રાજધાનીમાં જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com