________________
૬૮
મીરાંબાઈએ પિતાના પતિ, કુટુંબ અને જ્ઞાતિને સખન વિરોધ હોવા છતાં પણ ભક્તિમાર્ગે પ્રસ્થાન કર્યું અને બ્રહ્મચારિણ રહીને, સાધુ-સંન્યાસીઓની સેવાથી અપૂર્વ આત્મજ્ઞાન મેળવ્યું. ભક્ત મીરાંબાઈએ આ કેટલું મોટું જોખમ ખેડયું હતું. અમુક સમાજને સખત વિરોધ હોવા છતાં પણ મીરાંબાઈ કસોટીમાંથી પસાર થઈ ગયાં અને અનેક બ્રહ્મચર્યમાર્ગી બહેને માટે પ્રેરણાપાત્ર બની શક્યાં. નારી જગતમાં મોટી ક્રાંતિ કરી શક્યાં. આ પ્રગતિ નાનીસૂની ન હતી.
રામાયણના એક ઉત્કૃષ્ટપાત્ર રૂ૫ ભક્ત શબરી જ્યારે જ્ઞાન ઋષિના આશ્રમમાં ગઈ અને ત્યાં ઋષિના સાનિધ્યમાં રહેવાની વિનંતિ કરી, ત્યારે માતંગઋષિના શિષ્યએ સખ્ત વિરોધ કર્યો. પણ માતંગષિ સમજતા હતા કે આવી પવિત્ર નારીને આશ્રમમાં રાખવાનું જોખમ ખેડયા વગર એનું જીવન-ઘડતર થશે નહીં, એને હૂંફ મળશે નહીં. વળી સમાજ કલ્યાણને માર્ગ પણ એનામાં પડેલી વાત્સલ્ય શક્તિ સાચી દિશામાં વાળી શકાશે નહિ. મતલબ કે રખે અવળે માગે એની શક્તિ ચઢી જાય ને વેડફાઈ જાય ! માટે તેમણે આ બધું જોખમ ખેડયું. અને પરિણામે ભગવાન રામની પરમભક્ત એ બની શકી.
સતી સીતાને ગર્ભવતી અવસ્થામાં એકલી અને અસહાય જોઈને વાલ્મિકી ઋષિ આશ્રમમાં ન તેડી ગયા હતા અને એને આશ્રય આપી બાળકને ઘડી આપવાનું જોખમ ન ખેડયું હત તે એટલું પવિત્ર વાતાવરણ અને ઘડતર તથા લવ અને કુશને સારા સંસ્કારે ક્યાંથી મળત? એક જુવાન જોધ બાઈને જોઈને વાલ્મિકી ઋષિ આવું જોખમ એટલા માટે જ ખેડી શક્યા કે તેમની સામે પિતાનું કર્તવ્ય અને સામાજિક વિકાસની સાધના, એ બે કલાઓ ૫ષ્ટ જ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com