________________
કરવઋષિએ જોખમ ખેડીને પણ અસહાય શકુંતલાને પિતાના આશ્રમમાં રાખી ઉછેરી મોટી કરી. અને સારા સંસ્કાર આપ્યા. જો કે એ જોખમ નાનુંસૂનું નહોતું. છતાંય એને છેવટને અંત સમાજ સાધક જ બન્યો હતો. મહાત્મા મૂલદાસ અંધકાર ભરી રાતે કુવાની પાસે પથ્થરે ભેગા કરી કુવામાં પડતું મૂકીને આપઘાત કરવાની તૈયારીમાં એક બાઈને જુએ છે. “પ્રભો ! મારી ભૂલને કારણે મારે મરવું પડે છે. સવારે કોર્ટમાં જુબાની આપવી પડશે, એના કરતાં મરવું સારું!” મૂલદાસના કાનમાં આ શબ્દો પડયા. તેઓ તરત જ તે સ્થળે આવ્યા અને તે બાઈને આશ્વાસન આપતાં તેમણે કહ્યું : “બહેન ! થેભે જરા ! તમે કેણ છે? શા માટે મારી રહ્યાં છે?” બાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બાઈએ પિતાની આપવીતી સંભળાવી. બાઈ વિધવા હતી, પણ કોઈ પુરુષે એને ભોળવીને ફસાવી હતી, અને એને ગર્ભ રહી ગયું હતું. હવે ઈજ્જત જશે, એ ભયથી બાઈ આપઘાત કરવા માગતી હતી. મૂલદાસનું હૃદય આ કરુણ પ્રસંગ જોઈને રહી ન શક્યું. તેમણે કહ્યું : “બહેન! માણસ માત્ર ભૂલને પાત્ર છે. ક્ષમાને પણ પાત્ર છે. તમારે બીજા કોઈનું નામ ન લેવું હોય તે અહીં જ ખુશીથી રહી જજો. લોકો મારા પર આક્ષેપ કરે તે ભલે કરે! મારું નામ મૂલદાસ છે. સાચું શું છે? તે તે તું, હું અને પ્રભુ જાણીએ જ છીએ.” બાઈએ કહ્યું: “મારાથી તમારું જૂઠું નામ કેમ લેવાય ? હું આમ નહીં કરી શકું?” મૂલદાસે કહ્યું: “તમારે કઈ પણ ખેસ પ્રપંચ કરવાને નથી. તમને કોર્ટમાં પૂછે ત્યારે એટલું જ કહી દેજે. “મૂલદાસને પૂ.” ત્યાં હાજર થઈ જઈશ. પ્રભુ કૃપાથી તું, સત્ય અને પેલે પુરુષ ત્રણેય બચી જશે.” “પણ આપની અમૂલ્ય પ્રતિષ્ઠા તે...” બેટી! ચિંતા કરીશ મા. લેખ્યિાતિ તે જલતરંગ સમી છે. અંતરંગ ભૂમિકા એ જ સાચી વસ્તુ છે. રામ બચાવશે, સાક્ષી રામ છે.” બીજે દિવસે મૂલદાસ કેર્ટમાં ગયા. મૂલદાસને પૂછો ! કહેતાં વેંત જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com