________________
છo
ચારે બાજુથી લકે મૂલદાસ ઉપર ફિટકાર વરસાવવા લાગ્યા, ગાળો દેવા લાગ્યા. પણ મૂલદાસના મનમાં જરાય જ નહતો. સમાજ તો એ બાઈને સંધરે જ શેને ? મહાત્મા મૂલદાસ સમાજની અપ્રતિષ્ઠાની પરવા કર્યા સિવાય અને પિતે બ્રહ્મચારી હોવા છતાં બાઈને આશ્રય આપવાની દષ્ટિએ પિતાના આશ્રમમાં લઈ ગયા. સુવાવડની વ્યવસ્થા કરી. બાળકને ઉછેર થવા લાગે. સંસ્કાર રડવા લાગ્યા. એક દિવસ નગરનરેશ તે બાજુથી પસાર થાય છે. મૂલદાસને આશ્રમ જાણુને ત્યાં સંતાઈ રહીને બંનેની ચર્ચા સાંભળવા જ રહે છે. બંનેને નિર્દોષ અને પિતા-પુત્રી જેવો વ્યવહાર જોઈને સત્ય પ્રગટ થઈ જાય છે. રાજા મૂલદાસ મહાત્મા પાસે માફી માગે છે. પિતાની ભૂલ કબૂલે છે. પછી તે પૂછવું જ શું ? સમાજ હવે સોગણા આદરથી પૂજવા માંડે છે. પણ જોખમ ખેડતી વખતે ટીકા કરે છે, કસોટી કરે છે. કસોટી સેનાની તે થવી જ જોઈએ! છેવટે આટલું જોખમ ખેડવું એનું પરિણામ પણ સારું જ આવ્યું. તેમણે એક પતિત બાઈને જગત વંદનીય સાધ્વી બનાવી દીધી.
મહાત્મા ગાંધીજીએ બ્રહ્મચર્યવ્રત સ્વીકારીને વાનપ્રસ્થ જીવન આરંવ્યું હતું; તે વખતે સત્યાગ્રહ-આશ્રમ સાબરમતીમાં બ્રહ્મચર્યસાધના કરનારાં સ્ત્રી પુરુષે બંને રહેતા હતા, સાથે કામ કરતાં હતાં, એક બીજાની સાથે મળવાની સ્વતંત્રતા માતા-પુત્ર કે બહેન-ભાઈ લઈ શકે છે, તેટલી જ આશ્રમવાસીઓને બાપુજી આપતા હતા. જોકે તેઓ એમ માનતા હતા કે આ પ્રયોગમાં જોખમ ઘણું છે. લેકે બ્રહ્મચર્ય સાધના કરનારા માટે આટલી ગ્ય છૂટછાટ માટે પણ ગાંધીજીની સખત ટીકા કરતા હતા. છતાંય ગાંધીજીએ જોખમ ખેડીને આવો પ્રયોગ કર્યો હતો; તેઓ પોતે જ સત્યાગ્રહ આશ્રમના ઈતિહાસમાં લખે છે કે “આજ સુધીના આશ્રમના અનુભવને આધારે હું કહી શકું છું કે જોખમ વહેરીને બ્રહ્મચર્ય પાળવાની કોશિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com