________________
ચાલું છે, તેમાં મને નિરાશાનું કારણ નથી મળ્યું. સ્ત્રી-પુરુષ બંનેને સરવાળે લાભ જ થયે છે; પણ મારે વિશ્વાસ છે કે સૌથી વધારે ફાયદો સ્ત્રીઓને થયો છે.”
મતલબ એ કે ગાંધીજીએ બ્રહ્મચર્ય સાધના વખતે ઘણું બહેનને દૂફ આપી તેમનું જીવન ઘડી તેમને સમાજની સર્વાગી સાધના માટે તૈયારી કરી હતી. જે આટલું જોખમ ન ખેડ્યું હોત તે નારી જાતિની આ દેશમાં ઝડપથી જે પ્રગતિ થઈ તે ન થાત. આજે સ્કૂલે અને કોલેજોમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું સહશિક્ષણ એક કેયડો બની ગયો છે. એને લીધે ઘણી વખત અવળાં પરિણામ પણુ આવ્યાં છે, છતાં સહશિક્ષણનું જોખમ સમાજના ટેકા સાથે સરકાર ખેડે જ છે. એમાં જે અનિષ્ટ છે, તેને દૂર કરવા માટે રચનાત્મક કાર્યકરો અને સાધુસાધ્વીઓએ ઘણું પ્રયત્નો કરવા જ જોઈએ નહીં તે એકલી સરકાર કે સાધારણ એવો સમાજ એમાંથી આરપાર ઊતરી નહીં શકે. તેવી જ રીતે હોસ્પિટલમાં રોગીઓની પરિચર્યા કરવા માટે પુરુષ પરિચારક કરતાં સ્ત્રી પરિચારિકાએ વધારે રાખવામાં આવે છે. એનું કારણ એ કે સ્ત્રીઓમાં સહેજે કોમળતા અને વાત્સલ્યની માત્રા વધારે હોય છે, એટલે રેગોની શુશ્રષા સાચી લગનીથી નસ બહેને જ વધારે કરી શકે છે. ત્યાં પણ જોખમ ઓછું નથી ઊલટું ઘણું વધારે જોખમ છે. કારણ કે તે વખતે એકાંત અને નવરાશ તથા નર નારી અંગે સ્પર્શી સતત થયા કરે છે. છતાં આવું જોખમ ખેડયા વિના છૂટકે નથી. જે કાંતિપ્રિય સાધુસાધ્વીઓ તેવાં નર્સ બહેનને સાચી પ્રેરણા આપીને ઘડતર કરે તે તે સેવામાં સાચું બ્રહ્મચર્ય તેજ ઉમેરાતાં સહજ પ્રયાસથી કેટલું બધું મોટું કામ પાર પડી જાય! આજે આંતરરાષ્ટ્રીય માનવ સમાજ પિકીના પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રીઓમાં જે જાતની છૂટછાટ, મુક્ત સહચાર, મર્યાદાહીનતા, સ્વચ્છંદતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com