________________
૭૬
માને છે. જ્યારે તેરાપંથી જેને રાત્રે પણ બહેનના આવાગમનને, બાધક નથી માનતા. સ્થાનકવાસી સાધુઓનાં નાના-નાના ગામડામાં નિવાસ દરમ્યાન રાત્રિ પ્રવચનમાં બહેનનું આવાગમન ક્ષમ્ય ગણાય. છે. તે પછી હવે આપણે એ વિચારવું જોઈએ કે બ્રહ્મચારી સાધુસાધ્વીઓ માટે નવાવાડ શા માટે બતાવવામાં આવી છે ? અને ક્યાં લગી એનું આજના યુગે પાલન થઈ શકે અગર તો એના અર્થમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પરિવર્તન કે સંશોધન થઈ શકે કે કેમ?
મૂળે તે વાડની જરૂર ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી વૃક્ષ પુખ્ત ન થાય. પરંતુ પુખ્ત થયા પછી પણ વાડ વૃક્ષની ચારે બાજુ રહે તે તેને વિકાસ જ રૂંધી નાખે. તેમ બ્રહ્મચારી સાધક પણ
જ્યાં સુધી પુખ્ત ન થાય, ત્યાં સુધી (પાકી દીક્ષાવાળે સાધુ થયા પહેલાં કે પોતાને બ્રહ્મચર્ય ભંગની ભીતિ લાગે ત્યાં લગી) કદાચ નવવાની જરૂર રહે, પણ જે ઉચ્ચ સાધકના સર્વાગીણ વિકાસ માટે પણ આવી દિવાલે સાધુતા વૃદ્ધિને નામે ઊભી કરવામાં આવે તે સમાજના સર્વાગી વિકાસની સાધના તે કરી કેમ શકશે ?
હા, એ વસ્તુ ખરી કે વિકારી ખાનપાન, વિકારી દષ્ટિ, સ્ત્રી શરીરસ્પર્શ, એક આસને બેસવું, એક ઓરડામાં શયન કરવું, એકાન સેવવું, વિકારી સ્મરણ, કીર્તન, સહકીડા, મનમાં અબ્રહ્મચર્યના વિચારો જ ઘળ્યા કરવા વગેરે વસ્તુઓ છોડવી તે તે સમાજમાં વિચરતા ઉચ્ચ સાધુસાધ્વી સાધકે માટે પણ અનિવાર્ય જરૂરી છે. પણુ પુની હાજરીમાં પણ સ્ત્રીઓને નહીં આવવા દેવી, સ્ત્રી સાધિકા અને બ્રહ્મચારિણી બહેને વિકાસ અને ઘડતર માટે સાથે રહેવા ઈચ્છતાં હેય, તેમને તક જ ન આપવી એ બરાબર નથી. હા, ત્યાં જાગૃતિ તે રાખવી જ જોઈએ. ખરેખર તો સમાજની સર્વાગી સાધના કરનાર બ્રહ્મચારી સાધકમાં અગુપ્તતા અનિવાર્ય હાય, જોખમ બહુ જ ઓછું રહેવાનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com