________________
૭૫
હવે આના ઉપર વિચારતાં, અને આજના સાધુ વર્ગના વ્યવહારને જોતાં એમ કહી શકાય કે કદાચ કોઈ કાચે સાધક હોય તે તેના બ્રહ્મચર્યને જોખમ રહે. પણ આજે જેમ વગર ઘડાયેલા જેવા– તેવાને તરત મૂડીને દીક્ષા આપવા ઉપર જોર અપાય છે, તેવી સ્થિતિ હોય તે તો આવી સ્થૂળ વાડ પણ તેવા સાધુની બ્રહ્મચર્યની રક્ષા નહીં કરી શકે. કેમ કે બ્રહ્મચર્ય માટે પણ ઘડતર, પવિત્ર વાતાવરણ અને સાધનાની જરૂર છે. જે કહેવાતા સમાજમાં અને સમાજનેતા સાધુઓની આટલી ધીરજ ન હોય અને વગર ઘડવે જ જેવાતેવાને તરત મૂંડવાની ધૂન હોય તે સમાજે અને સાધુઓએ તેનાં કટુ પરિણામે ભેગવવા જ જોઈએ. જૈન ધર્મના ધુરંધર વિદ્વાન પંડિત સુખલાલજીએ એક વખત કહ્યું હતું કે, “જૈન સાધુઓ પ્રત્યે સમાજને અવિશ્વાસ છે એટલે છે કે, કોઈ પણ ગૃહસ્થ પિતાની બહેન-દીકરીને એક રાત્રિ પણ એમની પાસે રાખવામાં સુરક્ષિતતા નથી જેત.” આવી સ્થિતિ ઉપર જૈન સમાજ ગંભીરતાથી વિચારે અને બ્રહ્મચર્યની સ્થૂળ મર્યાદાઓ પળાવવાને આગ્રહ રાખે છે, તેથી જે બિન ઘડાયેલા સાધુઓ દ્વારા જાતે દહાડે ન છૂટકે એક દહાડો ઘટ–સ્ફોટ થાય છે, તે વિષે ચેતે.
જ્યારે બીજી બાજુ આજના મોટા ભાગનાં સાધુ-સાધ્વીઓમાં ખાન-પાન સંયમ, દષ્ટિ-સંયમ, પંચેન્દ્રિય સંયમ કેટલે છે, તે પણ સાધુ-સાધ્વીઓના અસ્વાથ્ય ઉપરથી પણ તરત તરી આવે છે. એટલે નવાવાડમાં મોટેભાગે પ્રત્યક્ષ સ્થૂળ મર્યાદાઓ ઉપર જોર આપવામાં આવ્યું છે, તે સાવ સ્પષ્ટ રીતે નિષ્ફળ અને અકર્મણ્ય સૂચક જ સિદ્ધ થયું છે. વળી તેથી અંગત સાધનામાં પણ હાનિ જ થઈ છે.
જેમાં સ્થાનકવાસી, દેરાવાસી અને તેરાપંથી દિવસે સ્ત્રીએનું આવાગમન સાધુના સ્થાને બાધક નથી માનતા, રાત્રે બાધક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com