________________
બ્રહ્મચર્યની સ્થળ મર્યાદાઓ ઉપર વિચાર
આત્માથી નરનારીએ, મર્યાદા ગ્ય પાળવી; મર્યાદા–ઓથ (લઈ) કિંતુ, પ્રગતિ નહિ રૂંધવી. (૧૧)
બ્રહ્મચર્ય સાધના કરનાર ઉચ્ચ સાધક માટે ભારતીય ધર્મોના ગ્રંથોમાં જુદી-જુદી મર્યાદાઓ બતાવવામાં આવી છે. જૈન ધર્મના રચ સાધકો માટે પણ બ્રહ્મચર્યની નવવાડો બતાવી છે. એ નવવાડમાં અને વિવિધ ધર્મોની બ્રહ્મચર્ય મર્યાદામાં મૂળે તે મન, વચન અને કાયાથી પાંચે ઈન્દ્રિયને વશમાં રાખવાની વાત આવે છે. પણ રૂઢિચુસ્ત સમાજમાં મોટે ભાગે નવવાડ કે મર્યાદાને સ્થૂળ અર્થ જ લેવામાં આવે છે. પણ કેટલાક લોકો સય-દોરાના ન્યાયે ત્રી–સંગ નહીં કરવામાં જ બ્રહ્મચર્યને આદિ અને અંત માને છે, તેઓ ખરેખર ભ્રમમાં છે. જે બધા જ ભેગો ભોગવવા છતાં માત્ર
સ્થૂળ રીતે દૂર રહેવાની કોશિશ કરે છે, તેમની આ કશિશ નિરર્થક અને નિષ્ફળ બને છે. બ્રહ્મચારીએ જીભના સ્વાદે છોડવા જોઈએ, શૃંગારરસ કે વિકારવર્ધક વસ્તુઓ છેડવી જોઈએ. વિકાર વશ થઈને દૂર રહીને પણ સ્ત્રીનાં અંગોપાંગ જોવામાં કે ચિંતવવામાં પણ ચેખે બ્રહ્મચર્ય ભંગ જ છે.
જૈન ધર્મમાં ઉલિખિત બ્રહ્મચર્યની નવવાડમાં આજે મોટેભાગે પ્રત્યક્ષ મર્યાદાના પાલન ઉપર વધારે જોર આપવામાં આવે છે. દાખલા તરીકે પહેલી વાતને અર્થ એમ કરવામાં આવે છે – બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહેવું જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com