________________
૭૭
કઈ એમ કહે કે આ રીતે જે નવાવાડની મર્યાદાને અર્થ લેવામાં આવશે તે ઘણું શિથિલાચારી સાધુ સાધ્વીઓને ટકે મળશે, તેમને માટે મર્યાદા તેડવાને માર્ગ મોકળો થઈ જશે પણ જેમાં તે સાધુ સાધ્વીની સાથે શ્રાવક શ્રાવિકાને સતત અનુબંધ હાઈ કોઈ પણ સાધુ કે સાધ્વી ઢીલાપચાં હશે તે તરત જ લેકમાં તે ઉઘાડા પડી જશે. ખરી રીતે તે જૈન આગમોએ સાફસાફ કહ્યું છે, “જે સામે આવી પડેલા ભાગને તજે છે, તે જ સાચે ત્યાગી છે.” એટલે ખોટી રીતે કે શિષ્ય શિષ્યાઓના લેભમાં જે મુંડાયાં હશે,તેઓ કાંતો આથી સુધરશે, નહીં તે દીક્ષા છોડવાની ફરજ સ્વયં તેમને માથે આવી પડશે. આમાં સરવાળે તે લાભ જ થશે.
બીજી રીતે વિચારતાં પણ આમ તે નવાવાડનું સ્થૂળ રીતે પાલન કરનાર રહનેમિ અને અહંનક મુનિ એકાંત સેવનથી પડયા છે, એટલે બ્રહ્મચર્યને મુખ્ય મદાર તે મનના ઘડતર ઉપર છે. તે જ્યાં સુધી નહીં ઘડાય ત્યાં સુધી પુખ્તતા કાચી ગણાય. જૈન ધર્મમાં જેમ કરેલા અને જિનકલ્પી સાધુઓ માટે સ્ત્રીને નિર્વિકારી સ્પર્શ બાધક નહીં ગણે, તેમ સ્થવિરકલ્પી અને પુખ્ત સાધક માટે બ્રહ્મચારિણી બહેને અને સાધિકાઓ સાથે વિવેકપૂર્વકનાં નિવાસ, વિહાર અને રાત્રિપ્રવચન પ્રાર્થનામાંનાં આવાગમનને બાધક નહીં જ ગણવાં જોઈએ.
જે એમ નહી થાય તે જેમને સમાજના બધાય પ્રશ્નો લેવા છે, તેઓને મહિલાઓના પ્રશ્નો માટે ગૃહસ્થ મહિલાઓ સાથે સી. સંપર્ક સાધવે પડશે, અને ગૃહસ્થ મહિલાઓ કૌટુંબિક જીવનમાં રહેતી હોઈ તેમનામાં એટલી નિઃસ્પૃહતા હશે નહીં, અને નિષ્ણુહતા, નિષ્પક્ષતા વગર મહિલાના પ્રશ્નોમાં સાચી તપાસ થઈ શકશે નહીં, એટલું જ નહીં લેપાવાને પણવધુ સંભવ જ ઊભે થશે. દાખલા તરીકે આજે વેશ્યાઓના ઉદ્ધારને પ્રશ્ન છે, વિધવા બહેનના પ્રશ્નો છે, તેવા પ્રશ્નોને એક ગૃહસ્થ મહિલા બરાબર હલ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com