________________
७८
કરી શકે; જ્યારે બ્રહ્મચારિણી સેવિકાઓ અને સાધ્વીઓ ઘડાયેલી હશે તે તેઓ આવા પ્રશ્નોમાં ઊંડાણથી નિષ્પક્ષ તપાસ પણ કરી શકશે, સમય પણ આપી શકશે અને નિર્લેપભાવે સાચે માર્ગે દોરીને ઊંચી સમાજસેવા કરી શકશે. પણ તેવી બ્રહ્મચારિણું સેવિકાઓ અને સાધ્વીઓનું ઘડતર, સહનિવાસ, સહવિચાર વગેરે વિના થવું અશક્ય છે. કારણ કે માત્ર દૂર રહી પુસ્તક વાંચી લેવાથી જીવનનું સાચું સર્વાગી ઘડતર થતું નથી. તરવાની કળા માત્ર પુસ્તક વાંચવાથી શીખી શકાતી નથી. તેના માટે તે પાણીમાં જોખમ ખેડીને પડવું જરૂરી હોય છે અને શીખવનારની સંગાથે હાજરી પણ જરૂરી હોય છે. તેમ જ ભવતરણ અને ભવિતરણ માટે પણ જોખમ ખેડીનેય જીવનનું ઘડતર કરવું જરૂરી સહેજે બની રહે છે. બ્રહ્મચારિણી ઉચ્ચ સાવીઓ દ્વારા સમાજના બધા પ્રશ્નો લેવા હોય, તેમના દ્વારા સમાજની બ્રહ્મચર્યલક્ષી બહેનનું ઘડતર કરાવવું હોય, બ્રહ્મચર્યને વિશ્વસમાજ વ્યાપી બનાવવું હોય તે એવાં તેજસ્વી યોગ્ય સાધ્વીઓનું ઘડતર બ્રહ્મચર્યની સમાજ વ્યાપી સર્વાગી સાધના કરવા માટે સાધુઓએ કરવું જ પડશે, અને એ વિચારની પુષ્ટિ કરતું સચેટ પ્રમાણ વ્યવહારસૂત્રમાં જોવા મળે છે. નિર્ચને બીજાના (આખા સમાજના) અર્થે દીક્ષા અપાવવી, મુંડિત કરાવવી, તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે આધુનિક સમાજના ઘડતર માટેનું શિક્ષણ આપવું, તેમના દ્વારા બ્રહ્મચર્યલક્ષી બહેનેને આવું શિક્ષણ આપી ઘડતર કરાવવું, તેમને પ્રતિષ્ઠા આપવી, તેની સાથે આહાર, વિહાર, વંદન વગેરે વ્યવહાર કરવા, તેને સાથે રાખવાં કે સાથે જુદા કક્ષમાં તેને નિવાસ કરાવો; કલ્પ છે. તથા તેવાં યોગ્ય સાધ્વીને ઉપાધ્યાયારૂપા કે . આચાર્યરૂપા બનાવવી પણ કહ્યું છે.
જેમ સાધુઓ માટે સાધ્વીના ઘડતરનું વિધાન છે, એવી જ રીતે સાધ્વીઓ દ્વારા યોગ્ય સાધુના ઘડતરનું પણ વિધાન છે. તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com