________________
નિષ્ફળતાની સાચી કહાણી તે ભારતમાંના કેટલાંક બ્રહ્મચારીઓનાં ગુરુકુલો જ કહી દેશે. આજનાં એક-બે ગુરુકુલના કિસ્સા મારી જાણમાં છે કે ત્યાં બ્રહ્મચારીઓ ઉપર બહુ જ સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા, પણ પરિણામ એ આવ્યું કે કેટલાક વિદ્યાથઓ ત્યાંથી છૂટતાં જ એ પ્રતિબંધને તોડવા લાગ્યા. અને એટલા જ જોરથી એ અનિષ્ટોનું સેવન કરવા લાગ્યા. એટલે બ્રહ્મચારીને બ્રહ્મચર્યની સાધનાને મૂળ આધાર મનની કેળવણી છે. જે મન સ્ત્રીને જોતાં જ માતૃભાવનાથી કેળવાયેલું હોય તે બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી બાધક નથી બનતી, બલકે સાધક બની જાય છે. સંત વિનોબાજી તે એમ કહે છે કે “મારે તે આ અનુભવ છે કે મારી સામે કોઈ સ્ત્રી આવે તે મને એમ જ લાગે છે કે મારી માતા જ આવી ગઈ. એટલે મને વધારે સુરક્ષા લાગે છે; કારણ કે માતા પાસે ઊભી હોય તે આપણે ખોટાં કામ નહીં કરી શકીએ. તેમજ બ્રહ્મચારીને પણ સ્ત્રીના સાનિધ્યથી વધારે સુરક્ષિતતા લાગવી જોઈએ. મતલબ એ કે બ્રહ્મચારીને સ્ત્રી સંપર્કથી બચવું જોઈએ, એ એકાંગી (અને સર્વાગી સાધનાની દૃષ્ટિએ ખો) ખ્યાલ છે. એનાથી કૃત્રિમ મર્યાદાઓ ઊભી થાય છે, અને દંભ વધે છે. ઉપરાંત મન કેળવાતું નથી. એટલે આવી બાહ્ય સ્થૂળ-મર્યાદાઓ પાળવા છતાં માનસિક બ્રહ્મચર્યમાં કચાસ રહી જાય છે. ખરી રીતે હોવું તો એમ જોઈએ; બ્રહ્મચારીની સંમુખ કઈ સ્ત્રી આવે તે તેને માતા સમજીને તે પિતાને વધારે પવિત્ર અને સુરક્ષિત સમજે તથા તે આવેલી સ્ત્રીને પણ સુરક્ષા મળી હોય તેવો સહજભાવી બની જાય; જેમ ગાંધીજીના સહવાસથી અનેક યુવતિઓને માતા તરીકેનો સાક્ષાત અનુભવ થતો હતે. બધા બ્રહ્મચારીની દૃષ્ટિ જે આવી હોય કે “સ્ત્રી નરકની ખાણ નથી; પણ મારે માટે તે અંબા ભવાની છે, જગત જનની છે.” તો બ્રહ્મચર્યનું પાલન સાવ સહેલું થઈ જાય, અને સ્ત્રીને હૃદયસ્પર્શ વધારવા માટેની બધી જોગવાઈએ તેને માટે સહજ સ્વાભાવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com