SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જોખમ અને પ્રગતિ પ્રગતિ પંથમાં ઝાઝાં, સર્વત્ર જોખમો ભર્યા; સાવચેતી થકી ચાલી, પાર તે કરવાં રહ્યાં. (૧૦) ભારતીય સમાજમાં બ્રહ્મચર્યના મહત્વ વિશે બે મત નથી, પણ બ્રહ્મચર્યની વ્યવહારિક સાધના વિષે જુદા જુદા મતભેદો છે, જે સમજી શકાય છે. રૂઢિચુસ્ત કે એકાંગી મનવાળા લેકેનું તે ઠીક પણ કેટલાક વિચારક દેખાતા લેકે પણ એવા વિચારના થઈ જાય છે કે બ્રહ્મચારીએ સ્ત્રીથી તદ્દન છેટા રહેવું જ જોઈએ. વ્હાતા રહેવું જ જોઈએ. એને પડછા ન પડી જાય, એવી તકેદારી રાખવી જ જોઈએ. અને એ દષ્ટિએ તેઓ ત્યાં લગી માને છે કે બ્રહ્મચારીએ સ્ત્રીનું મોટું પણ ન જેવું, જે સ્થાને બ્રહ્મચારી રહેતા હોય તે સ્થાને સ્ત્રીને આવવા જ ન દેવી, સ્ત્રીઓ આવે તે તુરત માં પર કપડું ઢાંકી દેવું. ચોપડીમાં સ્ત્રીનું ચિત્ર હોય તે ફાડી નાખવું. સ્ત્રી વિષયક પાઠ હોય તે કાઢી નાખો. પણ આ બ્રહ્મચર્યને સાવ છીછર–ઉપલ િદષ્ટિકોણ છે. એ લેકેને પૂછવામાં આવે છે કે બ્રહ્મચર્યની સાધનાને આધાર મન છે કે માત્ર શરીર જ. જે શરીર જ હોય તે તે ખીલા પર બંધાયેલે ઘેડ પણ મનમાં ભલે વાસનાના વિચાર કરતે હોય, તે બ્રહ્મચારી જ ગણાય ને ! પણ ખરેખર તે વાસનાનું મૂળ મનમાં છે. મનને વશ કરવા માટે, ઇંદ્રિ ઉપર લગામ રાખવા માટે–ટેવાયેલી વિષયરસ રંગીલી–ઇદ્રિથી વિષયને અળગા રાખવા જરૂરી પણ છે. પણ તે પિતાની ઊણપ સમજીને, નહીં કે અધિકાઈ સમજીને. બાકી માત્ર સ્ત્રીઓથી છેટા રહીને, જેઓ બ્રહ્મચર્ય સાધના કરવા માગે છે, તેમની સફળતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy