________________
બની જાય. આમ થાય તે સમાજના સર્વાગી વિકાસના પ્રયત્ન અબાધિત ચાલી શકે.
આ પરથી રખે કોઈ એમ સમજે કે “બ્રહ્મચર્ય સાધક સ્ત્રીપુએ કોઈ પણ મર્યાદા ન રાખવી.” પુરુષ-પુરુષ વચ્ચે પણ મર્યાદાઓ જાળવવી રહેશે તે સ્ત્રી અને પુરુષના શરીરમાં ભેદ હાઈ અમુક અનિવાર્ય મર્યાદાઓ તો આગ્રહપૂર્વક રાખવી જ જોઈશે, પણ નિરર્થક અને દંભવર્ધક કૃત્રિમ મર્યાદાઓ ઊભી કરવાની જરાયે જરૂર નથી. તેથી દંભ વધે છે, ચારિત્ર્ય વધતું નથી.
વળી કેટલાક લોકોનું એમ માનવું છે કે જૂના વખતમાં સ્ત્રીઓના સંપર્કથી મેટા મોટા કહેવાતા ઋષિમુનિઓનાં મન ચલિત થઈ ગયાં હતાં. આજે તો પાશ્ચાત્ય સંસ્કૃતિને ભગવાદને પ્રવાહ ભારતમાં આવી રહ્યો છે, એની અસર દરેક લેકે ઉપર થતી જાય છે. પશ્ચિમનાં કૃત્રિમ સંતતિ નિયમ, મુક્ત સહચાર, છૂટાછેડા, પર સ્ત્રી સંગમ વગેરે અનિષ્ટ ભારતમાં પણ ફેલાતાં જાય છે. આવી પરિસ્થિતિમાં જે બ્રહ્મચારી સાધુસંન્યાસીઓ સ્ત્રી સંપર્કથી દૂર ન રહે, સ્ત્રી સંગમથી વેગળા ન રહે તો તેમના માટે કેટલું મેટું જખમ છેએટલે બ્રહ્મચારી સાધુસંન્યાસીઓએ સ્ત્રીઓ સાથે સહનિવાસ (ભલે તે જુદા જુદા ખંડમાં હોય), સંપર્ક, સાધ્વીઓ સાથે સહવિહાર કે નજીક આહાર ન આદરવાં જોઈએ.
ઉપર વર્ણવેલ વાત અવગણવા જેવી તે નથી, પણ એનાં બીજાં પાસાંઓ પણ છે. તેના ઉપર ઊંડાણથી વિચારવાનું ખાસ વધુ જરૂરી લાગે છે. પહેલી વાત એ છે કે સામાન્ય જનતા કરતાં સાધુસંન્યાસીઓની કક્ષા બહુ જ ઊંચી હોય છે. બ્રહ્મચારી ગૃહસ્થ કે વાનપ્રસ્થી સામાન્ય જનતા કરતાં ઉચ્ચ કક્ષાના હોય છે. બ્રહ્મચારી ગૃહસ્થ પિતાની પત્ની સાથે કુટુંબમાં રહેવા છતાં બીજાં બહેને સાથે સંપર્ક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com