________________
૬૩
સંસર્ગમાં આવે જ છે, પ્રત્યક્ષ સેવા કરતી વખતે નિર્દોષ શરીર સ્પર્શ પણ કરતા હોય છે છતાં તે બ્રહ્મચર્ય સાધના સારી પેઠે કરી શકે છે. અને સમાજ તેના ઉપર વિશ્વાસ રાખતા હોય છે, એ જ રીતે વાનપ્રસ્થી સંત ગૃહસ્થીજીવનમાં એક કુટુંબને, જ્ઞાતિને, નગરને કે રાષ્ટ્રને હેઈ વિશ્વકુટુંબી હોવાને લીધે સ્ત્રીઓના સંપર્કમાં આવે જ છે, અને સમાજસેવા દ્વારા સર્વાગી સાધના કરે છે; સમાજ તેના ઉપર ખૂબ વિશ્વાસ રાખતા હોય છે, જ્યારે સૌથી ઉચ્ચ કોટિના જે સાધુસંન્યાસીઓ ગણાય છે, તેમને માટે નિર્દોષ શરીર સ્પર્શ વિજ્ય હોવા છતાં પણ તેના સમાજની સર્વાગી સાધના કરવામાં નારી જાતિના હૃદયસ્પર્શ અને સંપર્ક પ્રત્યે પણ સમાજ શંકાશીલ રહેશે, વિશ્વાસ નહીં રાખશે તો સામાજિક ક્રાંતિનાં કામે કોઈ દિવસ થઈ શકવાના નથી. કારણ કે સાધુસંત સિવાય ગૃહસ્થ બ્રહ્મચારી અને વાનપ્રસ્થ બ્રહ્મચારીની “વસુદૈવકુટુંબકમ' સૂત્રમાં મર્યાદા રહે. વાની જ. ગાંધીજી જેવી વિભૂતિઓની વાત જુદી છે. વળી સૌથી ઉચ્ચ માનવા છતાં સાધુસંન્યાસીઓ પ્રત્યે જો આટલે કે વિશ્વાસ ન હોય તે તેવા સાધુસંન્યાસીઓને માનવા કે પૂજવાની જરૂર પણ શી છે? બીજી વસ્તુ એ છે જે સાધુસંન્યાસીઓ આત્મકલ્યાણની સાથે સમાજ કલ્યાણ માટે પ્રયત્નશીલ છે, વસતિ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલવા માટે સમાજની સાથે સંકળાયેલા હોય છે, એવા સાધુસંન્યાસીઓની ચકાસણું અને પરીક્ષા તે સમાજ સ્વયં કરી જ લેશે. તેમનાં આહાર-વિહાર, રહેણીકરણ અને વ્યવહાર ઉપરથી સમાજ તરત જ તારવી લેશે. પછી તેમના પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ છે ખરું? વળી જે સાધુસંન્યાસીઓ, સાધ્વીઓ સામાજિક સાધના કરતાં હશે, તેમના જીવનમાં ગૂઢ ગુપ્તતા જેવી કોઈ વસ્તુ રહેશે જ નહીં. પછી જોખમનું કારણ પણ કેટલું નજીવું બની જાય છે! જે લેકે એક બાજુ સાધુ-સંન્યાસીઓ પ્રત્યે અવિશ્વાસ રાખે છે અને બીજી બાજુ પાછા તેમને વંદન કરે છે, તેમને કેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com