________________
६४
સમજવા ? વળી કેટલાંક સાધુ-સંન્યાસીઓ, સાધ્વીઓ પણ તેમના જીવનમાં બાહ્ય કૃત્રિમ મર્યાદાઓ પાળતા હોવા છતાં સર્વાગી બ્રહ્મચર્ય સાધનાની દષ્ટિએ તે નાનામેટાં ખલન પામે જ છે, એવાને જાણતા હોવા છતાં મોહવશ તેમને માને છે, અને પૂજે છે. ખરેખર મોટેભાગે લોકો સાચા સાધુ-સંન્યાસીઓ પ્રત્યે શંકાશીલ દષ્ટિથી જુએ છે, અને સમાજ ખટુ ઝેર ફેલાવવા મથે છે. આવા કાંતિપ્રતિરોધી લેકે સમાજ-સાધના માટે દિલથી તે કાંઈ વિચારતા નથી. દિલમાં તે તેઓને સાચી ક્રાંતિ પ્રત્યેને વિરોધ જ હોય છે. આ રહસ્ય સમજવું જ રહ્યું. એથી જ ભૂતકાળમાં જૈન સાધુઓએ આવાં જોખમ ખેડીને પણ આખા સમાજમાં દાખલો બેસાડ્યા છે. અને તેઓ ખરેખર સમાજમાન્ય બન્યા છે. જે સાચા માર્ગે તેઓએ જોખમો ન ખેડવાં હોત તો સમાજની સર્વાગી સાધનામાં કચાસ જ રહી જાત. કોઈ માણસ તરવાનું શીખવામાં ડૂબવાનું જોખમ છે એમ સમજીને પાણીમાં ન પડે તે કોઈ દિવસ તરવાનું શીખી જ નહીં શકે. એ જ રીતે વૃક્ષ ઉપર ચઢવામાં પડવાનું જોખમ છે એટલે કેઈએ આ જોખમ ખેડવું નહીં, એ વસ્તુ પણ બનવાની નથી. પહાડ ઉપર ચઢવામાં પગ લપસવાને ભય છે; માટે ચઢવું જ નહીં, એ વસ્તુ પણ બરાબર નથી. માણસોએ અનેક જોખમ ખેડીને જ આકાશ, પૃથ્વી અને પાણું ઉપર કાબૂ મેળવ્યું છે. જે જોખમ જ ન ખેડત તો બધા વૈજ્ઞાનિક આવિષ્કારોને મનુષ્યો ક્યાંથી કરી શકત ? માટે જોખમ ખેડીને પણ બ્રહ્મચર્યસાધના તેજસ્વી બનાવવી જોઈએ. સાચી પ્રગતિનું દ્વાર જોખમ ખેડ્યા વિના ઉધડે નહીં.
જે સ્થૂલિભદ્ર મુનિને (તેમના ગુરુ આચાર્ય સંભૂતિ વિજયે). કોશા વેસ્યાને ત્યાં જવાની રજા આપવાનું જોખમ ન ખેડયું હોત તે કેશા વેશ્યાનું હૃદયસ્પર્શ દ્વારા જીવન પરિવર્તન થઈ શકતું ખરું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com