________________
૩ ૯
સારું જનહિતકર કામ કરવામાં સાહસ નહીં ખેડવાની વૃત્તિ પેસી ગઈ છે, એને દૂર કરવા માટે એમાં સ્વાશ્રયીપણું અને નૈતિક હિમત ઉમેરવાની જરૂર છે. જે આ ગુણ નારીજાતિમાં હશે તો નવાં મૂલ્યોની સ્થાપના કરવામાં પુરુષ જે પીછેહઠ કરે છે, તેને બદલે નારીની પ્રેરણાથી એમાં નવું જોમ આવશે.
જેમ નારીજાતિમાં અમુક ગુણે પૂરવાની અને અમુક ગુણોને દૂર કરવાની જરૂર છે, તેમ પુષમાં પણ અમુક ગુણો ઉમેરવાની અને અમુક દુર્ગોને દૂર કરવાની જરૂર છે.
પુરુષમાં શૌર્યને ગુણ છે. એટલે તે માટે ભાગે મોટા–ટાં સાહસ ખેડી શકે છે. પણ શૌર્યની સાથે સાથે હિંસા, રતા, વગેરે દુર્ગણે પણ એના જીવનમાં પેસી ગયા છે માટે પુરુષમાં જે વાત્સલ્ય, ક્ષમા, દયા, કમળતા વગેરે ગુણેની ઊણપ છે, તે સ્ત્રી પાસેથી પૂરવી પડશે. પુસવમાં કુશળ બુદ્ધિ હોય છે, પણ આજે મેટે ભાગે એના ઉપયોગ બીજાને છેતરવામાં, અન્યાય કરવામાં, અનીતિપૂર્વક આચરણ કરવામાં અને અપ્રામાણિકરીતે વર્તવામાં થાય છે. એને ઠેકાણે જે નારી જાતિ પાસેથી વ્યવસાયામિકા સ્થિર બુદ્ધિ ભળે અને સાચી પ્રેરણા મળે તે આ અનિષ્ટ દૂર થાય અને બુદ્ધિને ઉપયોગ માનવજાતિના હિતમાં થાય. પુરુષમાં સાહસ અને કઠોરતાની સાથે વિવેક અને કોમછતાની ઊણપ કેટલીક વખત હોય છે, તેને દૂર કરવા માટે સાહસની સાથે વિવેક અને કઠોરતાની સાથે કોમળતાના ગુણે ઉમેરાવા જોઈએ. દઢતાને ગુણ આમ તો આવકારદાયક છે, પણ જે બીજાને રંજાડવામાં, બીજા ઉપર અત્યાચાર કરવામાં અને જૂનાં ખોટાં મૂલ્ય પર ચીટકી રહેવામાં દઢતાને ઉપયોગ થાય તો એ હિતાવહ નથી.
મતલબ એ કે પુરુષ અને સ્ત્રી ગૃહસ્થાશ્રમી હોય કે સંન્યાસાશ્રમ હાય! બંનેમાં અમુક અમુક ગુણોની જે ઊણપ છે તેને દૂર કરવા માટે અરસપરસ હાર્દિક સંપર્કની જરૂર છે. એકબીજાની સાથે હાર્દિક સંપર્ક હોય તે જ એકબીજાના ગુણેની અસર અરસપરસ થઈ શકે, ગુણોને સર્વાગી વિકાસ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com