________________
સ્ત્રી-પુરુષ સાધકે દ્વારા અંગત વિકાસ
અને સામાજિક વિકાસ વ્યક્તિ, સમાજ બને છે, સંગીન સાધના ચહે તે સ્ત્રી પુરુષ બંનેને, સુયોગ અનિવાર્ય છે. (૬) કેટલાક લેકે એમ માને છે કે પુજ્ય અને સ્ત્રી બંનેએ અંગત વિકાસ અને સમાજ વિકાસ માટે બ્રહ્મચર્ય સાધન જરૂર કરવી, પણ બંનેએ એકબીજાથી દૂર અને ડરતા રહેવું જોઈએ, પણ એ માન્યતા એમની ભૂલ ભરેલી છે. અંગત વિકાસ માટે પણ પુષ્ય સાધકને સ્ત્રી સાધિકાની જરૂર રહે છે. અને સ્ત્રી સાધિકાને પણ પુરુષ સાધકની પ્રેરણાની જરૂર રહે છે. આવા ઘણું દાખલાઓ જૂના અને નવા મળી આવે છે. જૈન સુત્રોમાં રાજીમતી સાવીએ થમિમુનિને પ્રેરણા આપ્યાને દાખલે પ્રસિદ્ધ છે. સતી રામતી અરિષ્ટનેમિ સ્વામીના દીક્ષિત થયા પછી. પોતે પણ સાધ્વી દીક્ષા સ્વીકારી ચૂક્યા હતાં. અને રૈવતગિરિ ઉપર ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે સાધ્વીઓ સાથે વિહાર કરીને જઈ રહ્યાં હતાં. રસ્તામાં જ જેથી આંધી આવી અને ધોધમાર વરસાદ પડવા મંડ્યો. સાધ્વીઓ વેરવિખેર થઈ ગઈ સગવશ સાવી રાજીમતી એક ગુફામાં આશ્રય લેવા માટે પહોંચ્યાં.
ત્યાં પિતાના શરીર ઉપરથી પલળેલાં કપડાં ઉતારી એક બાજુ સુકવવા લાગ્યાં. એવામાં તે ત્યાં ધ્યાનસ્થ બેઠેલા મુનિ રથનેમિનું મન રાઇમતીનાં રૂપ અને સાંગોપાંગ જોઈ ચલાયમાન થયું. અને તે રામતીને વિષયવાસના સેવવા તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. પણ રાજીમતી પિતે શિયળમાં દઢ હતાં. પોતાનાં સગેપગે સકાચી, કપડાં પહેરી, તરત જ રથનેમિમુનિને અસરકારક શબ્દમાં પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com