________________
આપી. રથનેમિમુનિનું ચલાયમાન ચિત્ત સ્વસ્થ થયું. તેઓ પોતાની બ્રહ્મચર્ય સાધનામાં સ્થિર થયા.
ગેસ્વામી સંત તુલસીને માટે તેમની પત્ની રત્નાવલિ પ્રેરણું મૂર્તિ બની હતી. જે તુલસીદાસજી એક દિવસ નારીમાં આસક્ત હતા, તે નારીની પ્રેરણાથી પરમાત્મામાં, વિશ્વની સર્વાગી સાધનામાં લીન થઈ શક્યા.
જે બિવમંગળ એક દિવસ ચિંતામણિ વેશ્યા ઉપર આસક્ત હતો, તે જ શિવમંગળ એક દિવસ એ જ વેસ્યાની અમૂલ્ય પ્રેરણા પામીને ભક્ત સુરદાસ બની જાય છે. જીવનમાં સાધનાને સ્ત્રોત ઉછળી આવે છે. ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પોતાની ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ બહેનના લગ્ન હતો, ત્યારે એવાં લગ્નો સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતો. છતાં સુંદરીને જાગૃત આમા ચક્વતિ ભાઈના વૈભવથી કે તેના મહત્વથી ચલિત ન થયો, ઊલટે અખંડ જ્યોતિની પિઠે પ્રકા. એ સુંદરી પોતાના શારીરિક સૌંદર્યને મેહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બ્રહ્મતેજ અંદર ઉતારી તેજવી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજીને તે સુંદરી બહારથી જેટલી અસુંદર બની તેટલી જ અંદરથી મુંદરમય બની. તપને બળે મહાસત ભાઈને સમજાવે છે. તેની વાસના શમાવે છે. એક સ્ત્રી આત્માનું અખંડ તેજ પડતાં પુષ્પ ઉદ્ધારિત થાય છે. આ થઈ પુરા સાધકના અંગત વિકાસ માટે સ્ત્રી સાધિકા અથવા ગૃહસ્થાશ્રમી નારી દ્વારા પ્રેરણની વાત.
હવે નારીના અંગત વિકાસ માટે પુરુષ સાધકના નિર્દોષ સાહચર્યની અને પ્રેરણાની કેટલી જરૂરિયાત છે? એના ઉપર આપણે વિચારીએ. આમ તો યુગેયુગોથી નારી પુસ્વાધીન જ રહેતી આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com