________________
તેજથી દીપી રહ્યો હતે.” વાચસ્પતિમિત્રે પૂછ્યું: “તમે આવું જીવન શા માટે વિતાવી રહ્યા છે ?” પત્નીએ કહ્યું: “આપના ઉદેશ્યની સિદ્ધિ માટે હું છેલ્લાં ૧૨ વર્ષથી આ સાધના કરી રહી છું.” મિશ્ર ચકિત થઈ ગયા. અને બોલ્યા- “ખરેખર, તમારી સાધનાને બળે જ હું આ ગ્રંથને પૂરે કરી શક્યો છું. જે આપણે સાંસારિક વાસનામાં પડી ગયાં હોત તો કશું જ કરી શક્ત નહીં, પણ હવે જે વસ્તુ લખાઈ છે તે તમને અને મને બંનેને અમર બનાવી દેશે. હું આ ટીકાનું નામ પણ તમારા નામ ઉપર “ભામતી રાખું છું. આ રીતે એક નારીની સાધનાને પરિણામે વાચસ્પતિમિએ તેને પ્રતિષ્ઠા આપી પોતે આગળ વધ્યા. અને તેમને આગળ લાવ્યા.
પ્રાચીન કાળમાં આર્યનારીનું ગૌરવ જાજવલ્યમાન હતું. દરેક ધર્મ સાધનામાં ગૃહસ્થાશ્રમી નારીને પુરુષ સાથે રાખવામાં આવતી. તેના વગર કોઈપણ સાધના પૂર્ણ માનવામાં આવતી નહતી. સાથે સાથ વૈદિક કાળમાં નારીનું ગૌરવપૂર્ણ જીવન હતું. એના સાક્ષી રૂપે વેદ વચનો છે. “શ્વસુર સમ્રાજ્ઞી ભવ.” સ્મૃતિઓમાં પણ “યત્ર નાર્યસ્તુ પૂજ્ય રમતે તત્ર દેવતા” એવા વચનો નારીની પ્રતિષ્ઠારૂપે અંકિત છે.
રામાયણમાં ભગવાન રામ અશ્વમેઘ યજ્ઞ આદરે છે ત્યારે સીતા વનમાં હોઈ હાજર રહી શકે તેમ નહોતાં. સીતાની પ્રતિમા બનાવી પિતાની સંગાથે રાખે છે. કારણ કે કોઈપણ ધર્માચરણ પુરુષ એક સર્વાગી રીતે કરી શકે જ નહીં. રામાયણ કહે છે: “બિનતિય વ્રત નહીં હોઈ ખરારિ.” આમ હોવા છતાં વચ્ચે ગાળામાં નારીને ખૂબ જ તિરસ્કારની દૃષ્ટિથી જોવામાં આવી. એના મૂળભૂત અધિકારથી એને વંચિત રાખવામાં આવી. જે સ્ત્રી દ્વિ: શેરમ યાત' ( સ્ત્રી અને ઢોએ વેદ નહી ભણવા જોઈએ) આવાં સૂત્રો અને
નારી નરકની ખાણું” વગેરે નિંદિત વચનોથી નારીને સ્વાભાવિક વિકાસથી દૂર હડસેલવામાં આવી. અને સમાજે પોતે પણ સર્વાગી વિકાસનાં બારણું બંધ કરી દીધાં. પણ આજના બુદ્ધિવાદી સમાજનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com