________________
પણ હરિભદ્ર તે ગાથાને અર્થ સમજી શક્યા નહીં. એથી તેમનું અભિમાન ઓસરી ગયું. તેઓ વિનયપૂર્વક સાધ્વીજીની પાસે જઈને ઊભા રહ્યા. સાધ્વીજી પાસેથી ગાથાનો અર્થ સાંભળી અને સમજીને તેમને ખૂબ સતાપ થયો. તેઓ પોતાના સંકલ્પ પ્રમાણે સાધ્વીજી પાસે શિષ્ટદીક્ષા આપવા માટે વિનવવા લાગ્યા. સાધ્વીજીએ કહ્યું“જૈન ધર્મના નિયમ પ્રમાણે કાઈ સ્ત્રી સાધુ પાસે અને કોઈ પુરા સાધ્વી પાસે દીક્ષિત થઈ નહીં શકે, પરસ્પર પૂરક જરૂરી બની શકશે. એટલે જે તમારે દીક્ષા લેવી હોય તે આચાર્ય પાસે ચાલે, તેઓ દીક્ષા આપશે.” સાધ્વીજીએ હરિભદ્રને આચાર્યના દર્શન કરાવ્યાં. હરિભદ્ર સાધુ દીક્ષા સ્વીકારી એટલું જ નહીં ભવિષ્યમાં જૈન ધર્મના તેઓ મહાન નિર્ધર આચાર્ય થયા. અનેક તાત્ત્વિક ગ્રંથે તેમણે પોતે રચ્યા અને આગ ઉપર ટીકાઓ અને વૃત્તિઓ લખી. પણ આ કૃતજ્ઞ આચાર્ય પ્રત્યેક ગ્રંથ કે ટીકાની અંતે પોતાના નામને બદલે
યાકિની મહારાસનું” (યાકિની મહત્તરા સાવના ધર્મપુત્ર) તરીકે જ લખ્યું અને આ રીતે તેમણે આ સાધ્વીજીને પોતાની ધર્મમાતા માનીને તેમની અને સાધ્વી જગતની મહાન પ્રતિષ્ઠા કરી.
પર્શનના મુખ્યગ્રંથ ઉપર ટીકા લખનારા વાચસ્પતિ મિત્રનાં જ્યારે લગ્ન થયાં, ત્યારે બીજે જ દિવસે તેમણે બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય ઉપર ટીકા લખવાનું શરૂ કર્યું. તેઓ નિરંતર તે ગ્રંથની ટીકા લખવામાં જ જાગૃત રહેતા. તેમની પત્ની તેમના આ કાર્યમાં જરાય વિન નહોતી કરતી એટલું જ નહીં બલ્ક, રાત્રિ-દિવસ એક માત્ર પતિ સેવામાં જ રહેતી. સાંજ થતાં જ ચૂપચાપ આવીને દીવો પેટાવી જતી અને વાચસ્પનિમિશ તન્મય ભાવથી લખવામાં જ સંલગ્ન રહેતા. આ રીત દિન, ભાસ અને એક–એક વર્ષ કરતાં ૧૨ વરસનાં વહાણું વહી ગયા. ટીકાની પૂર્ણાદતિને દિવસ આવ્યો, તે દિવસે તેમની પત્ની
જ્યારે દી પટાવવા આવી ત્યારે તેમણે જોયું કે, “એ તે સાધ્વીની પેઠે સાદાઈ અને સંયમથી પોતાનું જીવન ગાળી રહી છે. ચહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com