________________
કેમેય કરીને તેમને ગળે ઉતરતી નહોતી. બધાંયે બાપુને આવીને વાત કરી કે જેલ જવાની વાત કરવાથી તે અમારા ઘરમાં મેટો ઝઘડે બે થઈ ગયું છે. મહાત્મા ગાંધીજીએ પૂછ્યું:- એમ કેમ થયું ? તમે મારી કહેલી વાત તમારી પત્નીઓ આગળ કરી નતી ?” બધાયે કબૂલ કર્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું- “જ્યાંસુધી સમાજમાં સ્ત્રી જાતિમાં જાગૃતિ આવશે નહીં, ત્યાંસુધી પુરષ એકલા સામાજિક વિકાસ કરી શકશે જ નહીં.”
એટલે આજે પાછળ પડી ગયેલી નારીજાતિને આગળ લાવવા માટે નારી જાતિને પ્રતિષ્ઠા આપવી પડશે. તેમને બ્રહ્મચર્ય પાલનનો અધિકાર આપીને વાહ્મચારિણી તરીકે સમાજ સેવાનાં કામમાં ખૂપવવા માટે તક આપવી પડશે. અને તેમનું ઘડતર સારી પેઠે દિલ દઈને કરવું પડશે. એ જ રીતે કોલેજમાં ભણતી અને સુશિક્ષિત નારીએમાં પશ્ચિમની હવાથી કે લક્ષ્મીનંદનેની નારીઓ તરફની ભોગપિપાસાથી નારીઓમાં જે બ્રહ્મચર્ય શિથિલતા આવી છે, તેને સુયોગ્ય દિશાએ લાવી મૂકવામાં પણ સુશિક્ષિત કુમારિકાઓએ અને સુવિદિત સાવીઓએ પરિપકવ બ્રહ્મચારી સાધુઓની રાહબરી નીચે ઘણું વિશાળ કાર્ય કરવું પડશે. માત્ર ભારતમાં જ નહીં, ભારતીય નારીઓ દ્વારા જગતભરમાં બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે.
આચાર્ય હરિભદ્રસૂરિને નારી પ્રતિષ્ઠાને એક દાખલે જૈન ઈતિહાસનું ઉજ્જવળ પૃષ્ઠ છે. હરિભદ્રસૂરિ ચિતડ પાસેના એક નાનકડા ગામના રાજપુરોહિતના પુત્ર હતા. સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હતા. એમને અભિમાન થયું કે “હું નહીં સમજી શકું તેવું જ્ઞાન છે જ નહીં.” પોતે એક દિવસ સંક૯પ કરે છેઃ “શ્ન જે જ્ઞાનને હ ન સમજી શકું અને તે જે મને સમજાવી દે તો હું તેને શિય થઈ જાઉં.” એક વખત તેઓ જૈન ઉપાશ્રય પાસેથી જઈ રહ્યા હતા. ઉપાશ્રયમાં એક વૃદ્ધ સાવી “યાકિની મહત્તરા” પ્રાકૃત ભાષાની એક ગાથાનું ઉચ્ચારણ કરી રહ્યાં હતાં. વારંવાર ધ્યાનથી સાંભળવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શા
હરિભકા હરિભદસરિ ચિતાર
મહાન વિદ્વાન