________________
ચાલવા જ નહીં દે અને આવી પુખ્તતા કે અપુખ્તતાને નિર્ણય ચાર અનુબંધવાળા સંગઠને જ કરી દેશે, એટલે આ માટે કયાંય પૂછવા દૂર જવું જ નહીં પડે.
એક વાત વારંવાર પુનરુક્તિ કરીને આદિથી ઈને અંત લગી કહેવાની પ્રાપ્ત થાય છે, અને જે બ્રહ્મચારી પુખ્ત સાધુઓ માટે ખાસ વિચારણીય છે, તે એ કે આજના યુગે જ્યારે બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યોનું ખેડાણ થઈ રહ્યું છે, ત્યારે તેમણે બ્રહ્મચર્યને નિષેધાત્મક અર્થ કે સ્ત્રીઓથી દૂર રહેવું, બીતા રહેવું; એ અભાવાત્મક અર્થ છોડીને વિધેયાત્મક કે ભાવાત્મક જ અર્થ ગ્રહણ કરવો જોઈશે. મતલબ કે બ્રહ્મચર્ય એટલે “બૃહસંકલ્પમાં જ વિચરવું” એ વિશાળ અર્થ લેવાશે તે બ્રહ્મચર્ય સહેલું અને સહજ થઈ જશે. પછી તે પાંચેય ઈદ્રિયની શક્તિ વિશ્વનાં આત્માઓની સેવામાં વપરાશે પછી આવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓને વિશ્વાત્માઓની અસેવાકુસેવા કે અહિત થતું હૈય, એવી કલ્પના જ શા માટે આવે ? વૈદિક ધર્મમાં આપણે મહાભારતનાં પાત્રોને જોઈએ છીએ, ત્યારે સહેજે સહેજે વિધેયાત્મક બ્રહ્મચર્યનું માર્ગદર્શન મળી રહે છે. દા.ત. જ્યારે ભીષ્મપિતામહને વિચાર આવ્યો કે પિતાના સંતોષ માટે મારે સંયમ પાળવો છે, બસ, પિતાને સંતેષ જ તેમનું બ્રહ્મ બની ગયું; અને એમાંથી તેઓ અખંડ બ્રહ્મચારી બની ગયા. એવા બ્રહ્મચારી પશ્ચિમના દેશોમાં પણ છે. એક વૈજ્ઞાનિક રાતદિવસ પ્રયોગમાં જ લીન રહેત; તેને એક બહેન હતી. ભાઈ પ્રયોગ કર્યા કરે, અને એની સેવા માટે કઈ નથી, એમ જોઈને એ બ્રહ્મચારિણું રહી ને ભાઈની પાસે જ રહી એની સેવા કરતી રહી. એ બહેન માટે બંધુ-સેવા જ બ્રહ્મ-સેવા થઈ ગઈ. જૂના વખતમાં ગુરુકુલમાં રહેનારા બ્રહ્મચારીઓનું બ્રહ્મચર્ય વેદાધ્યયનમાં એકાગ્રતાથી સધાતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com