________________
૮૭
ગીતાર્થ ' (પુખ)ને નવાં મૂલ્યની દૃષ્ટિએ વિચારવો પડશે. આજે તે ખરી રીતે જોતાં જે સમાજની સર્વાગી સાધના માટે નવી સમાજ રચનાના વિજ્ઞાનમાં વિચાર અને આચાર અને દૃષ્ટિએ ઘડાયેલે, કસાયેલ હશે તથા અનુબંધ વિચારધારાની કક્ષાએ સર્વાગા દષ્ટિએ સાધના કરવા તૈયાર હશે, તે મહાન સાધક-સાધિષ્મ જ આજના યુગનાં ગીતાર્થ કે પુખ્ત ગણાશે. કદાચ તે પૈકીનાં કઈને જૂનાં શાસ્ત્રનું સ્થળ જ્ઞાન ભલે ઓછું હશે. પણ તેમાંનું તથા વિવિધ ધર્મશાસ્ત્રનું તત્ત્વજ્ઞાન તે તેનામાં હશે જ. સાથે સાથે તે સાધક કે સાધિકા એટલે કે તેવાં સાધુસાધ્વી બધાય ધર્મોના સમન્વચની દષ્ટિએ સમાજની સર્વાગી સાધના કરનાર હશે. વળી યુગની અનુબંધ વિચારધારામાં જે ચાર સંગઠને મહત્ત્વપૂર્ણ છે, તેની સાધના અને પ્રેરણા કરવા જ્યારે તે તૈયાર હશે, ત્યારે સહેજે જ તેને ચાર સંગઠનેના સંપર્કમાં આવવું પડશે, મતલબ એ કે નૈતિક જનસંગઠન, જનસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા (લેકશાહી ઢબનું રાજ્ય સંગઠન) અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ; આ ચારેય સંગઠને વચ્ચે તેની સાધના અને પ્રેરણા ચાલશે, ત્યારે જે કોઈ પણ પ્રકારની બ્રહ્મચર્ય-સાધના કે સત્યાદિ સાધનામાં ક્ષતિ કે ગડબડ હશે તે તરત જ આ ચારેય સંગઠને પિકીનું કોઈ પણ એક અથવા બધાય તેને જ્હી દેશે, ચેતવી દેશે અને તેની ક્ષતિ જરાપણ ચાલવા દેશે નહી. તેથી કાંતે તેવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીને પિતાની ક્ષતિ સુધારવાની ફરજ પડશે અને કતે એવા ક્ષતિધારીને તે સંગઠને ફેંકી દેશે.
આ નવા યુગનાં ગીતાર્થ–પુખ્ત અને યોગ્ય જે સાધુસાધ્વી હશે, તેને જ નવાવાડમાં સહેજે સહેજે પેલી છૂટ મળી ગઈ હશે. બાકીનાં જે એકાંતમાં, વ્યક્તિગત સાધનામાં કે રૂઢિવાદિતામાં જ મસ્ત છે, તેમને પુખ પણ નહીં ગણવામાં આવે, અને તેમની તેવા પ્રકારની સર્વાગી દષ્ટિ ન હોઈ તેવી છૂટ પણ તેમને સમાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com