________________
૮૬
વિકાર દષ્ટિએ ખૂબ જ સાવધાન રહેતા; પણ વાત્સલ્ય દષ્ટિએ તેમની ટીકા અતિશય થવા છતાં પણ તેમણે બહેનને નજીક રાખી ઘડતર કર્યું, અને તેમનામાં નૈતિક હિંમત પૂરી.
કદાચ કઈ એમ કહે કે આજના ભૌતિક લાલસાના આકર્ષક જમાનામાં કાચા સાધકે માટે નવાવાડમાં છૂટ ન હોઈ શકે, ઊલટી તે કડક કરવી ઘટે. હા; કદાચ પુખ્ત સાધક માટે એટલે કે પીઢ સાધકે માટે કદાચ છૂટ સ્વીકાર્ય હોઈ શકે, પણ અમુક સાધક કાચે છે કે પુખ્ત છે? એને નિર્ણય કોણ કરશે ? જેઓ જનશાસ્ત્ર પ્રમાણે ૨૦ વર્ષની દીક્ષાના પર્યાયવાળા હોય અથવા ૬૦ વર્ષની ઉંમરના હોય, તેઓ સ્થવિર કહેવાય છે, એટલે તેવાઓને પુખ્ત ગણુને નવવાડમાં આપણે છૂટ આપી શકીશું ખરા?
મને લાગે છે કે આ પ્રશ્ન ગંભીર છે અને છતાં ઘણે જ અગત્યનું છે. એના ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરવો જોઈએ. અગાઉ કહ્યું તેમ આજે યુગાનુલક્ષી દૃષ્ટિ રાખીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પુખ્તતા કે સ્થવિરની જે જજૂની પરિભાષા છે, એમાં સંશોધન કરવું પડશે. અને નવા સાચાં મૂલ્યો સ્થાપવા માટે, એના અર્થમાં પણ સુધારે કરવો પડશે. જનસૂત્રમાં સ્થવિર સાધુ માટે કેટલીક બીજી છૂટછાટ આપવામાં આવે છે, પણ એવો સ્થવિર જો “ગીતાર્થ” ન હોય તે તેને સ્વતંત્ર વિચરવાની ના પાડી છે, તે કોઈ ગીતાર્થ નિશ્રિત થઈને વિચરે, એવું ત્યાં વિધાન છે. “ગીતાર્થને જૈનશાસ્ત્રની જૂની વ્યાખ્યા પ્રમાણે એ જ અર્થ કરવામાં આવે છે કે જે
આચારાંગ સૂત્ર કૃતાંગને જ્ઞાતા હોય, ચાર છેદ સૂત્રો ભણેલો હોય, અને પ્રાયશ્ચિત વિધિમાં પારંગત હોય.” આમાંથી ફલિત એ થાય છે કે સ્થવિર ભલે અનુભવી હોય પણ જે શાસ્ત્રજ્ઞાની અને સમાજવિજ્ઞાની- વ્યવહાર કુશળ-ગીતાર્થ ન હોય તે તે પીઢ કે મુખ તરીકે માનવામાં આવતો નથી. હવે આપણે આજના યુગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com