________________
તદાત્મતા અને છતાંય (૨) તટસ્થતા. તેવી જ રીતે (૧) અનાયાસ (સહજપણું) અને છતાંય (૨) આયાસ. (એટલે કે અખંડ પુરુષાર્થ). અનુબંધ વિચારધારામાં જે ચાર સંગઠનની વાત આવે છે તે જુદાં જુદાં નાનાં મોટાં પુસ્તકો દ્વારા અને ખાસ તે વિધવાત્સલ્ય અને નવાં માનવી' છાપાંઓ દ્વારા ઠીક ઠીક છણાઈને વાચક પાસે પહોંચી ગઈ છે. પરંતુ સ્ત્રી અને પુરુષની અને તેમાંય પુખ્ત વયના સાધુ અને સાધ્વીની પરસ્પર પૂરતાની વાત “બ્રહ્મચર્ય સાધના'માં ઈશારારૂપે છણાઈ હતી. પણ આ નાની પુસ્તિકામાં એની છણાવટ ટૂંકમાં છતાં વિશદતાથી અનાયાસે થઈ ગઈ છે. સ્ત્રી સાથે અવિરતપણે પુરપ રહે, એટલું જ નહીં, તેની પાસે માધ્યમ તરીકેનું કાર્ય લે અને તેને પોતે કાર્ય આપે; છતાં સ્ત્રી પુરુષ વચ્ચેની બ્રહ્મચર્યલક્ષી બધી જ મર્યાદાઓ કડક રીતે પાળે. આ વાત જૈન ધર્મ અને જૈન આગમ માટે નવી નથી. છતાં છેલ્લાં અમુક વર્ષોના ચાલુ વ્યવહારની દષ્ટિએ નવી છે. તે જે સાધુ સાવીને આજના માનવ જગતને સત્ય, અહિંસા અને સંયમને પુટ લગાડો હશે. અથવા તપત્યાગનો ઉપયોગ માનવજાતને માટે અને પ્રાણુજાત માટે પણ જે માનવજાત પાસેથી કરાવો હશે, તે એવું કર્યા વિના છૂટકે નથી.
માનવ–નર અને માનવ–નારી બંને પરસ્પરમાં તદાત્મતા અનુભવી શક્યાં નથી, ત્યાં લગી બંનેને બંનેના સાચા ગુણોનું દર્શન થઈ શક્યું નથી. આથી જ શારીરિક વાસનામાં પારસ્પરિક બ્રહ્મચર્યને હાસ તે બંને નેતરી બેસે છે. પરિણામે તટસ્થતાને બદલે બંને પરસ્પર આસક્ત થઈ દુનિયાથી સાવ અતડાં પડી જાય છે. તેને બદલે જે બંને ઊંડાં ઊતરીને તાદામ્ય અનુભવે તો એમાંથી આપોઆપ તટસ્થતા જન્મે છે. પછી એ બંને એકરૂપ મળીને અગિયાર જ નહીં, બલકે અનંત જગતની સાથે તાદામ્યપૂર્વકની તટસ્થતા અનુભવી અનંત સુખ જાતે ભોગવે છે. અને જગતને ભગવાવે છે. આ કલ્પનાને જ વિષય નથી અનુભવને વિષય છે. એ જ રીતે આ પુસ્તિકાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com