________________
વાંચનરૂપે નહીં, પણ જાત અનુભવરૂપે જેઓ રસ માણશે, તેઓ જ તેમાંનું તથ્ય સમજી શકશે.
ચારે આશ્રમે પાયે બ્રહ્મચર્યથી આ પુસ્તિકા શરૂ થઈને બ્રહ્મચર્યને યુગદષ્ટિએ વિચાર એમ બાર પ્રકરણમાં એ પૂર્ણ થાય છે. વાત્સલ્ય” અને “વિકાર બને એવી વૃદ્ધિઓ છે કે ઘણીવાર તેનું મૂળ એક જ લાગે છે, પણ ખરેખર તેવું નથી. વાત્સલ્યનું મૂળ ચિતન્યમાં છે. જ્યારે વિકારનું મૂળ જડતામાં છે. એકમાં સ્વભાવ છે, બીજામાં વિભાવ છે. છતાંય શરૂઆત એની એવી રીતે થાય છે, એટલું જ નહીં ઠેઠ વચગાળાના કાળ લગી જાણે બંને વૃત્તિઓનું મૂળ એકરૂપ લાગે છે, છતાં છેવટે એ બંને વૃત્તિઓ સાવ જ ભિન્ન છે. એટલે વિકારના જોખમે જે વાત્સલ્યને પણ છેક છેડી દેવામાં આવે તે પ્રગતિ છેક અટકી પડે છે. સમાજની પ્રગતિ વાત્સલ્ય વિના અટકી પડે છે, એટલું જ નહીં બલકે વ્યક્તિની પ્રગતિ પણ વાત્સલ્ય વિના અટકી પડે છે. આ વાત અનેકાનેક ઉદાહરણ આપી આ નાની પુસ્તિકા સ્પષ્ટ કરી દે છે. એકવાર જે આ “વાત્સલ્યની વાત સ્વીકારી કે તુરત સ્ત્રી–પ્રતિષ્ઠા આપોઆપ આગળ આવી રહે છે. જેને આગ મેએ નારીઓમાં “માયા' ઘણું એ વાક્ય વાપર્યું છે. સામાન્ય નીતિકારે “સ્ત્રી ચરિત્ર” વગેરે શબદોથી નારી ઘડી–ઘડી અનેક રંગ બદલે છે, ઘડીકમાં ચાહે છે, ને ઘડીકમાં ધિક્કારે છે, એમ કહે છે. કેટલાક સમાજશાસ્ત્રીઓ એમનામાં અદેખાઈને દુર્ગુણ વિશેષ વર્ણવે છે. પરંતુ આ બધાને સાર એટલે જ છે કે જેમ સ્ત્રી જાતે સમપ ણને સગુણ ધરાવે છે, તેમ એ “પુરુષમાં વળતે તે સગુણ અપેક્ષે છે. તે ન દેખાતાં (૧) માયા, (૨) સ્ત્રીચરિત્ર અને (૩) અદેખાઈ જેવા દુર્ગણે ઊભા થાય છે એટલે જે એના વાત્સલ્યને દૂફ અને યોગ્ય વળાંક મળે તો સ્ત્રીને અંગત વિકાસ થાય તથા સ્ત્રી પાત્ર દ્વારા જગતને મહાન લાભ થાય. તે જ રીતે જે સ્ત્રીની પૂર્તિ પુરુષને સાંપડે તો જ પુરુષ પણ અંગત વિકાસ સંપૂર્ણ સાધી શકે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com