SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જગતને દોરી શકે. જૈનધર્મને એકેએક તીર્થકરે આ રીતે જ ચાર પ્રકારના સંધની રચને યુગે યુગે કરી છે. જૈન ધર્મનું કોઈપણ પદ એવું નથી કે જે નર અને નારી બંને માટે ન હોય. સાથે સાથ કોઈપણ સંઘ કે સમાજ પણ જૈન ધર્મને એવો નથી, જેમાં સ્ત્રી અને પુરુષનું સમાન સ્થાન ન હોય. જેનધર્મના ચોવીસ તીર્થકરે પૈકી એક જ નારીજાતિના છે. એનો અર્થ એ કે સંઘરચનાનું કાર્ય આરંભવામાં પુરુષ શરીરની જરૂર વિશેષ પડે છે, પણ એ કાર્યમાં તરત સ્ત્રી શરીરની જરૂર પ્રથમ ઊભી થાય છે. પચ્ચીસસો વર્ષ પહેલાં ભ. મહાવીરને ચંદનબાળા જેવી નૈષ્ઠિક બ્રહ્મચારિણી સ્ત્રી મળી જતાં ચાર પ્રકારના સંઘની રચના થઈ હતી. આજે વિશ્વની માનવજાત સાવ નજીક આવી ગઈ છે. છતાં સ્થૂળ રીતે તે નજીક આવી છે તેટલી સુક્ષ્મ રીતે આવી નથી. એને સૂક્ષ્મ રીતે નજીક લાવવાની છે. બીજું પશ્ચિમમાં સ્ત્રી-પુરુષ શિક્ષણમાં જ નહીં; ધંધામાં પણ સાથે રહેતાં આવ્યાં છે. રાજકાજમાં અને યુદ્ધમાં પણ નારીનું સ્થાન પુરુષની જેમ છે. જ્યારે પૂર્વમાં સ્ત્રી માટે ભાગે ઘરમાં અને કુટુંબમાં પરેવાયેલી રહી છે. આવા સંજોગોમાં પૂર્વ અને પશ્ચિમની સ્ત્રીઓનો પણ સમન્વય કરવો પડશે. અતિ છૂટછાટ નહીં, તેમ અતિ બંધન નહીં, તે મધ્યમમાર્ગ નક્કી કરી લેવો પડશે. એટલું જ નહીં બલકે ભૌતિક સંસ્કૃતિ ઉપર આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રભુત્વ લાવવું પડશે. અન્યાય, શેષણ, ખાટાં મૂલ્યો વગેરેની સામે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવા પડશે. સ્ત્રી જે ભાગ પુતળી મટીને સંયમમૂતિ બને તો જ તે કાર્ય પાર પડી શકે. આ માટે ચારિત્ર્ય-સંપન્ન અને નિર્લેપ રહી શકે તેવા તથા વિશાળ દષ્ટિવાળા સાધુ પુરષોએ આગેવાની લેવી પડશે. આને પરિણામે શરૂઆતમાં ખાનપાન, માનપાન છોડવા પડશે. એટલું જ નહીં અનેક કડવા આક્ષેપ વેંઢારવા પડશે. માણસને પરિગ્રહ છોડવો સહેલે છે, પ્રાણ છોડવા સહેલા નથી. કદાચ પ્રાણ છોડવા પણ છેવટે સહેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy