________________
પરંતુ નમેલી પ્રતિષ્ઠા છોડી દેવી એ સૌથી પણ મુશ્કેલ કામ છે. આટલી હદે સાધુ સાધ્વીઓ આગળ આવ્યા બાદ પણ એમને એવાં જ મરજીવારૂપ ગૃહસ્થાશ્રમી સાધક–સાધિકાઓને સાથ ન હોય, તો આજની દુનિયાનું આ ભગીરથ કામ પાર પાડવું અશક્ય છે. વળી જે વણઘડાયેલું જૂથ જામી જાય તો એમાંથી પાછો ન વાડે જન્મવાની ભીતિ છે. આ દિશામાં ગાંધીજી ગૃહસ્થાશ્રમી અને પછી વાનપ્રસ્થાશ્રમી બન્યા હતા. છતાં એમણે સંન્યાસીઓને પણ માર્ગદર્શક બને તેવું જીવન અંગત અને સામાજિક બંને રીતે જીવી બતાવ્યું. તેમના ગયા પછી ભારતનું ક્ષેત્ર વિશ્વ વ્યાપક રીતે વધુ છતું થયું હોવાથી દુનિયાભરનાં સુસંગઠનોને સાંકળવાનું ભગીરથ કામ નવાયુગના ચારેય વર્ણ તથા ગૃહસ્થ અને સંન્યાસ બંને આશ્રમના સંપૂર્ણ સહયોગ વિના પાર નહીં પડે. આથી જ આ મહાન કાર્યના પાયારૂપ બ્રહ્મચર્ય અને સત્યનિકા કડક અને છતાંય ઉદાર જોઈશે. પિતાપક્ષે સત્યનો કડકમાં કડક આગ્રહ અને છતાંય બીજાઓ પાસે એ જ આગ્રહ પકડાવવામાં હાર્દિક સંપર્ક વધારવો પડશે. આવા હાર્દિક સંપર્ક માટે કોમળતા, વાત્સલ્ય વગેરેની જરૂરતમાં સ્ત્રી પાત્રો ઉપયોગી થશે. એમાં મર્યાદાઓ (બ્રહ્મચર્યની) કડક પાળવા છતાં ઉદાર રહેવું પડશે. સામાન્ય રીતે જૈનધર્મનાં આગમ અને ઈતિહાસમાં
આવી સામગ્રી પુષ્કળ છે. આમ તો શ્રી રામકૃષ્ણ પરમહંસ, શ્રી અરવિદે વૈદિક ધર્મના પુરુષો છે, જેમણે વિશ્વવિશાળ ભાવના સાથે સ્ત્રી પુરુષની પરસ્પર પૂરતા આજના યુગને અનુરૂપ જેટલી સિદ્ધિ કરી છે, તેટલી આજના યુગનાં જૈન સાધુ સાધ્વીઓએ સિદ્ધ નથી કરી, તેનો એકરાર કરવો જોઈએ. પરંતુ પ્રિય નેમિમુનિએ જેમ ઉલ્લેખ કર્યો છે, તેમ જૈન સાધુ સંસ્થાના એક અદના સભ્ય તરીકે મેં પૂ. ગાંધીજીએ બનાવેલી સડક પર ભારતીય સુસંગઠનોના અનુસંધાનમાં જે આરંભ કર્યો છે, તેમાં પ્રિય નેમિમુનિનો સાગ નેંધપાત્ર બને છે. મને શ્રદ્ધા છે કે જેમ એમાં સાધક સાધિકાઓની પૂર્તિ વર્ષોથી મળી રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com