________________
૩૮
શંકરાચાર્યે સંન્યાસને અને બ્રહ્મચર્યને અધિકાર એક માત્ર પુરુષને આપ્યો, સ્ત્રીઓને નહીં. સ્ત્રીઓને બ્રહ્મચારિણી રહી સંન્યાસ ધર્મ પાળવાને અધિકાર નહીં આપવાને લીધે વૈદિક ધર્મની દરેક શાખાઓમાં સ્ત્રીઓમાં પરાધીનતા, પરાશ્રિતતા અને નિર્બળતા આવી. તેમનામાં અજ્ઞાનતા, રૂઢિચુસ્તતા પુરુષો કરતાં વધારે વધી. એથી સમાજની સમરસતામાં અને સર્વાગીણ વિકાસમાં ગાબડું પડયું અને એની બેટી અસર જૈનસંઘમાં પણ પડી. એ બેટી અસરને કારણે જ જેન સંઘની ભ. મહાવીરની સ્ત્રી સાધ્વી પ્રત્યેની ઉદારતામાં અગાઉ જોઈ ગયા તે મુજબ ફટકો પડ્યો છે. એટલે અરસપરસ અંગત વિકાસ અને સામાજિક વિકાસ બંને માટે સ્ત્રી અને પુરુષ બંનેની પૂરતાની જરૂર છે; તે જ બ્રહ્મચર્ય સાધના વ્યાપક અર્થમાં થઈ શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com