________________
બ્રહ્મચર્ય સાધના અને નારી પ્રતિષ્ઠા ભૌતિકતા કરે છે, આત્મતત્વ દબાય ત્યાં ત્યારે મારી પ્રતિષ્ઠાય-પાછળ પડી જાય ત્યાં. મોખરે સ્ત્રી પ્રતિષ્ઠાને લાવવા યત્ન સૌ કરો:
ને બ્રહ્મચર્યની સાચી, નિષ્ઠાને વિશ્વમાં ભરે. (૭) ઉપનિષદોમાં નર અને નારી બંનેને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવ્યા છે. ત્યાં સ્ત્રી અને પુરામાં કોઈપણ જાતના ભેદ કરવામાં આવ્યો નથી. છતાં સમાજના વ્યવહારમાં સ્ત્રી અને પુને ભેદ કરવામાં આવ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે સમાજ શાસ્ત્રીઓએ તેઓ પુરા હેવાને લીધે પુરુષને પક્ષપાત કરી સ્ત્રીને હલકી રીતે ચીતરી છે. ઘણે સ્થળે એકલી સ્ત્રીને જ કામવાસનાની પૂતળી ગણી છે, નરકનું દ્વાર ગણી છે, પણ તટસ્થ દૃષ્ટિએ જોતાં આ વાત બરાબર નથી. એ ખરું કે સ્ત્રીમાં વાત્સલ્યની માત્રા વધારે હોય છે, અને વિકાર અને વાત્સલ્યનું ઉગમસ્થાન એક જ છે એટલે પુરુષોએ સ્ત્રીના વાત્સલ્યને સારી દિશામાં વળાંક આપવાને બદલે એને ખરાબ રીતે ચીતરી વિકાર દિશામાં જ દેરી પણ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસના પાના ઉપર નજર ફેરવીશું તો એ લાવ્યા વિના રહેશે નહીં કે સ્ત્રીઓ પુરુષો કરતાં પોતાનાં બ્રહ્મચર્યશીલ અને સતીત્વ ઉપર મકકમ રહી છે, પ્રાણ સમપીને પણ એમણે પોતાનું શીલ સાચવ્યું છે. એવી સતીઓના ઘણા દાખલાઓ મળે છે. આ બધું જોયા પછી એમ કહી શકાય કે સ્ત્રી એ કામવાસનાની પૂતળી નથી કે સ્ત્રી પ્રત્યે સહજ ભાવે આપણે કહી શકીશું કે એ વાત્સલ્ય મૂર્તિ છે. પુરુષો કરતાં બ્રહ્મચર્ય સાધનામાં સહેજ પણ પાછી પાની કરનારી નથી; ઊલટી આગળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com