________________
ત્યારે સવાલ એ થાય છે કે બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી સંગાથે નિર્દોષ સાહચર્ય કે સાગ લેવાની જરૂર છે ખરી? બ્રહ્મ એટલે વિશ્વાત્માઓની સર્વાગી સાધના કરતી વખતે માત્ર પુરુષના સહયોગથી ચાલી શકશે? એનો જવાબ સાફ નકારમાં છે. કારણ એ કે સ્ત્રી અને પુરુષ એ બંને સમાજ–રથનાં બે ચકે છે. પરંતુ એ બે ચ પૈકીનું એક પણ ચક્ર બરાબર ન હોય, બગડેલું હોય તે રથ ચાલી શકતો નથી. તેમજ સ્ત્રી અને પુરા એ બંને પૈકી એકને તમે પાછળ રાખશે, સમાજના દરેક પ્રશ્નોથી પરિચિત રાખશો નહીં તો સમાજર) વિષમ રહેવાનો છે, તે ગતિ કરવાનું નથી. આજે નારી જતિની દશા એટલા જ માટે અધમ થઈ ગઈ છે કે એને જે એને સ્વાભાવિક અધિકાર હતા, તે આપવામાં આવ્યા નથી અને બ્રહ્મચર્ય સાધનામાં પુરુષો દ્વારા ત છોડવામાં આવી છે. અથવા સ્ત્રીઓ સાથે ધૃણા કરવામાં આવી છે. એથી સમાજના સર્વાગી વિકાસમાં કચાસ રહે, સમાજમાં વિષમતા દેખાય એ સ્વાભાવિક છે.
- સ્ત્રી જાતિમાં વાત્સલ્યની માત્રા વધારે છે, એને સ્વીકાર જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે જે એના વાત્સલ્યનો ઉપયોગ વ્યાપક દિશામાં કરવામાં આવે તો સમાજનો વિકાસ ઝડપી થાય, એ હકીક્ત છે. આજે એના વાત્સલ્યને ઉપયોગ કાંતે કુટુંબના સંકુચિત વાડામાં અથવા તો જ્ઞાતિની કે એવી સાંકડી દિવાલમાં કરવામાં આવે છે. જે એ વાત્સલ્યને કુટુંબ, જ્ઞાતિ, પ્રાંત કે ભાષાવાદથી ઉપર ઊઠીને સમાજસેવાનું વ્યાપક ક્ષેત્ર મળે તે સમાજનો સર્વાગી વિકાસ થાય. હિંદુ સમાજમાં વિધવા માતાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જે એમના વિધવ્ય સાથે પળાતા અનિવાર્ય બ્રહ્મચર્યને સમાજસેવાના કામ, સમાજના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાના કામ સાથે જોડવામાં આવે તો સમાજનું કેટલું મોટું કામ થઈ શકે ? શકિત તે માતાઓ–બહેનેમાં પહેલી જ છે, માત્ર એ શક્તિને ખીલવવાની જરૂર છે. પણ એવાં માતાઓ અને બહેનની શકિતને જાગૃત કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com