________________
માટે કયું માધ્યમ હોવું જોઈએ એના ઉપર વિચાર કરતાં આપણી નજર સાધ્વી વર્ગ ઉપર ઠરે છે. એટલે ફલિતાર્થ એ થયો કે જે બહ્મચારી મુનિઓએ જે સમાજને સર્વાગી વિકાસ સાધવો હોય અને વિશ્વના બધાંય બ્રહ્મસ્વરૂપ આભાઓમાં સર્વાગી વિકાસ કરવા માટે વિચરણ કરવું હોય તો સ્ત્રી સાઓના માધ્યમ દ્વારા પાછળ પડી ગયેલી નારી જાતિને આગળ લાવવી પડશે. બૌદ્ધ ધર્મમાં એક વાત આવે છે, તે આ દિશામાં માર્ગદર્શક બનશે.
ભગવાન બુદ્ધના શિષ્ય ઉપગુપ્તભિક્ષુ રૂપ યૌવનથી સંપન્ન હતા. એમને તેજરવી ચેહરે બ્રહ્મચર્યના તેજથી દીપતો હતો. સુજાતા નામની વેશ્યા તે સમયે મથુરા નગરની રૂપરાશિ હતી; અનેક મોટા મેટા ધનિકે તેના ઈશારા ઉપર નાચતા હતા, તેના ચરણોમાં નમી પડતા હતા. સુજાતાએ જ્યારે ઉપગુપ્તભિક્ષુનું રૂપ જોયું તે ક્ષણે જ તે તેના ઉપર મોહિત થઈ ગઈ અને નત મસ્તક થઈને ભિક્ષુને વિનવવા લાગી “દેવ ! હું આપના ચરણમાં આ શરીર સમર્પિત કરું છું. મને સ્વીકારે અને આપની સેવિકા બનાવો !” ભિક્ષુએ શાંતમુદ્રામાં કહ્યું : “અત્યારે હું તમને સ્વીકારવાનું નથી. સમય આવશે, ત્યારે હું તમારી સેવામાં હોઈશ.” એ વાતને વર્ષો વીત્યાં. એક સમય એ આવ્યો કે સુજાતાના શરીરમાં ભયંકર રોગ ફેલાયે. આખા શરીરમાંથી પરુ વહેવા લાગ્યું. તેની પાસે કોઈને બેસવાનું ગમે નહીં. સુજાતા હવે બધાની ધૃણાપાત્ર બની ગઈ. ઊલટું, જે લેક પહેલાં એના રૂપ ઉપર આસક્ત બનીને એને ચાહતા હતા, તે લેકેએ જ રાજા આગળ જઈને ફરિયાદ કરી કે “આ સુજાતાના શરીરની બદબોથી શહેરમાં રોગચાળો ફેલાશે એટલે નગરની બહાર કંઈ ખાડામાં તેને નંખાવી દેવી જોઈએ. રાજને હુકમ નીકળે. રાજપુછો તેને નગરની બહાર કઈ ખાડામાં એકાંત સ્થળે નાખીને ચાલ્યા આવ્યા. સુજાતા ત્યાં પકેપોક મૂકી રડવા લાગી, પણ ત્યાં કેણ સાંભળે ? કોઈ એની પાસેથી પસાર જ થતું નહોતું. છેવટે ઉપગુભિક્ષુના કાને સુજાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com