________________
પ૧
પ્રવાહોથી અંજાઈને સાચી સ્વતંત્રતાને બદલે સ્વછંદતા તરફ જઈ રહ્યા છે, એવે વખતે એ સ્વાભાવિક છે કે સ્ત્રી અને પુરૂ વચ્ચે અધિકાર માટેના વિચાર ભેદને લીધે અથવા ટી સ્વતંત્રતા માટે ઘર્ષણ ઊભાં થાય. જે આવાં ઘર્ષણ ઊભાં થાય છે તેને શમાવશે કોણ? જે બ્રહ્મચારી પુરુષો સાધકે (સાધુસંન્યાસીઓ) એકલા અતડા રહીને આ ગૂંચવાયેલા પ્રશ્નોને ઉકેલ લાવવા જશે તે એ પિતે કેટલીક બાબતોમાં અનુભવહીન હોવાથી તથા નારી પ્રશ્નોમાં ઊંડા ન ઉતરવાથી સાચી અને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત નહિ કરી શકે. એટલું જ નહિ, બબ્બે સ્ત્રી માધ્યમ વિના સ્ત્રી જાતિના પ્રશ્નોમાં ઊંડા ઉતરવા જશે તે જાહેર જીવનમાં જોખમે પણ વધુ ઊભાં થવાને સંભવ રહેશે. એટલા માટે સ્ત્રીઓના આવા ગૂંચવાયેલા પ્રશ્નોમાં
સ્પષ્ટ માર્ગ દર્શન આપવા માટે અને પ્રશ્નો ઉકેલવા માટે માધ્યમ તરીકે સ્ત્રી સાધિકા અથવા સાધ્વીની જરૂર રહેશે જ. વળી જે સ્ત્રી સાધિકાનું-સાધ્વીનું ઘડતર નહિ થયું હોય કે તેને સ્પષ્ટ દષ્ટિ નહિ મળી હોય તે તે સાધ્વી અલગ રહીને પૂરક તરીકેના માર્ગદર્શન આપવામાં નિષ્ફળ નીવડશે. માટે સાધ્વીના પિતાના ઘડતર સારુ અને સ્પષ્ટ વ્યાપક દષ્ટિ તેને આપવા સારુ પણ સાધ્વીઓને નિર્દોષ સાહચર્ય આપવું પડશે. આમ થવાથી જ સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદ આજે ઊભો છે–પુરુષ ઊગે છે, સ્ત્રી નીચી છે. અને એવી પેટી માન્યતા ઘર કરી બેઠી–છે તેને સંપૂર્ણપણે દૂર કરી શકાશે. અને નારીને સાચી પ્રતિષ્ઠા આપી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com