________________
૫૦
પ્રસ્થાશ્રમી જીવનમાં બ્રહ્મચર્ય—સાધનામાં સ્ત્રી બાધક નહિ બને બકે સાધક બનશે. તેની સૂતેલી શકિત, વાત્સલ્ય અને સેવા ભાવના વ્યાપક સમાજ-વિકાસ માટે ઉપયોગી થશે. અને એટલા માટે જ તેમણે દારૂના પીઠા ઉપર પિકેટીંગ કરવા માટે સ્ત્રીઓને મોકલી.
આજે પણ જેઓ વ્યાપક સાધના કરવા માગે છે તેઓ સ્ત્રી જાતિથી છેટા રહી અગર તે જ્હીને દૂર ભાગતા નથી બબ્બે સ્ત્રીમાં પડેલી શકિતને પ્રગટાવી તેના માધ્યમ દ્વારા સમાજમાં નારી જાતિના પ્રશ્નો ઉકેલે છે. સંત વિનેબાજ પિતે નૈષ્ઠિક બ્રહ્મચારી છે છતાં તેઓ બહેનોને સાથે રાખી તેમનું સારી પેઠે ઘડતર કરી નારી જાતિના પ્રશ્નોમાં માધ્યમ બનાવવા માગે છે. જાણવા મુજબ શ્રી દાદા ધર્માધિકારી વિમલા ઠક્કરનું ઘડતર કરી નારી જાતિના પ્રશ્નો અને સમાજના વિકાસ માટે તેને માધ્યમ બનાવે છે. મુનિશ્રી સંતબાલજી એક જન મુનિની દૃષ્ટિએ પૂર્ણ બ્રહ્મચર્ય—સાધનામાં માનતા હેવા છતાં અને બીજા અર્થમાં કહીએ તે તેમ માનીને જ વ્યાપક અને સર્વાગી સાધના માટે બહેનોને માધ્યમ બનાવી સમાજ ઘડતર કરવા અખંડ મથી રહ્યા છે. તેમની પ્રેરણાથી સ્થાપિત માતૃસમાજે નારી જાતિના વિકાસ માટે પ્રયત્નશીલ છે. એ જ રીતે એક દિગંબર જૈન મુનિ એક બહેનના માધ્યમ દ્વારા સમાજમાં નારીજાતિના ઉકળતા પ્રશ્નો લેવા માગે છે; એમ સાંભળ્યું છે. આ રીતે અનેક ટાં છવાયાં બ્રહ્મચારી સાધકે અને સાધુઓ છે, જેઓ નારી સાધિકા ક ગૃહસ્થાશ્રમી પવિત્ર નારીના નિર્દોષ સાહચર્ય દ્વારા નારીજાતિનું ઘડતર કરવામાં માને છે. અને પિતાપિતાને સ્થાને એવું વ્યાપક અને સર્વાગી કાર્ય કરી રહ્યાં છે. સદ્ભાગ્યે એ બધાંનું સંકલન તરત થઈ જાય તો ભારત પાસેની જગતની આશા જરૂર પુરાય. - જ્યારે આજે સમાજમાં ભૌતિકવાદના પ્રવાહે બહુ જોરથી ધસી આવી રહ્યાં છે, ગૃહસ્થ જીવનમાં સ્ત્રી અને પુરુષ બંને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com