________________
૪૯
ગૃહસ્થાશ્રમમાં રહીને આદર્શો બ્રહ્મચર્ય પાલનના એક દાખલો બંગાળના અશ્વિનીકુમાર દત્તને પણ છે. લગ્ન કર્યાના બે વરસ પછી એક દિવસ તે ઈશુ ખ્રિસ્તના ભકત સેંટપાલનાં વચને બહુ ઝીણવટથી વાંચી રહ્યા હતા. એમાં ઘણા ઠેકાણે દેહની પવિત્રતા સાચવવાના ઉપદેશ હતા. એમના ઉપર આ વચનેાની બહુ સારી અસર થઇ. એમને વિચાર્યું" કે હું તે વિવાહીત છું, શરીરની પવિવ્રતા કેમ રાખી શકુ? છેવટે તેમને પોતાના વિચારો પત્નીને જણાવવા માટે આઠ પાનાને પત્ર લખ્યો. પત્નીની ઉંમર તે વખતે પંદર વર્ષની હતી. પણ તે સુસ ́સ્કૃત બાળાએ અવિચલ ભાવે વાળ આપ્યા: “હું આપની સહમિ`ણી શ્રુ, આપે ધમ જીવનમાં આગે કૂચ કરવા માટે જે માર્ગે ચાલવાનું વિચાર્યું છે તે માર્ગે આપ સુખેથી વિચરા. હું કોઈ દિવસ આપના શ્રેય માર્ગોમાં બાધક નહિ અનુ બલ્કે બનતાં સુધી સહાયક જ બનવા ઇચ્છું છું. પત્નીના આવા વિચાર સાંભળીને અશ્વિનીકુમારના સકલ્પ વધારે દઢ થયા. પરિણીત હોવા છતાં પોતે પેાતાનું આખું જીવન બ્રહ્મચર્ય પાલનમાં વિતાવ્યું. તે સમાજ અને રાષ્ટ્રના હિતના માટે બ્રહ્મચારી ભાઈ–બહેનેાનુ એક મ`ડળ સ્થાપવા માંગતા હતા. એ મંડળમાં કેટલાક લેાકા દાખલ પણ થયા હતા. આ રીતે શ્રી અશ્વિનીકુમાર દત્તે બ્રહ્મચર્ય સાધનામાં પત્નીને તરછોડી નહીં, બાધક નહીંં ગણી. બલ્કે બ્રહ્મચારી ભાઈબહેનેાના મંડળમાં સાધક જ ગણી હતી.
મહાત્મા ગાંધીજી સમાજની સર્વાંગી સાધના કરવા માંગતા હતા. એટલે તેમણે ગૃહસ્થાશ્રમમાં રહીને બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું .. કસ્તુરબા આ પ્રતિજ્ઞામાં ખૂબ જ સાધક બન્યાં હતાં. સ્ત્રીજાતિમાં નૈતિક હિંમત અને જાગૃતિ લાવવા માટે તેમણે કસ્તુરબાને પણ સ્વરાજ્યની લડતમાં સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને સાથે સાથે અનેક નારીઓને તૈયાર કરી. તેએ સમજતાં હતાં કે મારા વાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com