________________
૪૮
પિતાનું આખું જીવન સમાપગી રીતે ગાળે છે. ઈશુ ખ્રિસ્ત નારી જતિને અતડી અને દૂર જ રાખત તો આ સ્થિતિ જોવા ન મળત.
જેમણે જેમણે સર્વાગી સાધના કરી છે. અથવા કરવા માગે છે, તેઓએ કોઈએ બ્રહ્મચર્ય સાધનામાં સ્ત્રી જાતિથી અથવા સ્ત્રી સાધિકાથી ધૃણું નહેતી સેવી; અતડા નહાતા રહ્યા. અગર તે નારી નાગણ છે, કરડી જશે એવો ભય સેવીને નારીથી ડર્યા નહતા. અને ન કરવું જોઈએ. સ્વામી રામકૃ ણ પરમહંસના પત્ની શ્રી શારદામણિદેવી પોતાના પતિની ખૂબ સેવા કરવા લાગ્યાં. સાદાઈ અને સંયમથી રહેવા લાગ્યાં. પતિને માર્ગ એ જ મારે માર્ગ છે. પતિના સારા કામમાં હું બાધક નહિ બનું.' એમ કહીને પિતે પતિના જીવનમાં સમર્પિત થઈ ગયાં હતાં. શ્રી રામકૃષ્ણ પરમહંસ પણ બ્રહ્મચર્યની ઉત્કૃષ્ટ સાધના માટે શારદામણિને માતા સ્વરૂપે માનીને ચાલ્યા. પણ કેઈ દિવસ શારદામણિને દૂર રાખવાં કે તેમની ધૃણુ કરવી એવો વિચાર સરખોય નહોતો કર્યો. એનું પરિણામ એ આવ્યું કે એમની વ્યાપક સાધના સરળ થઈ ગઈ અને બહેનોના પ્રશ્નો ઉકેલવા માટે શારદામણિ દેવી માધ્યમ બન્યાં. રામકૃષ્ણ મિશનમાં આટલી પ્રગતિ થઈ એનું એક કારણુ રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવીની સંગાથે રહીને કરેલી બ્રહ્મચર્ય સાધના હતી, તેમાં કેમ ના કહી શકાય?
બંગાળના નિવાસી અરવિંદ એક દિવસ વિરક્ત થઈને વેગ સાધના કરવા ગયા. પંડીચેરીમાં પોતાને આશ્રમ બાંધીને બ્રહ્મચારી રહી ગ–સાધના કરે છે. એવામાં તેમને ફ્રાંસના વતની એક બહેનનો –જેમને પછી તેઓએ માતાજી તરીકે જાહેર કર્યા તેમને–ભેટ થ. અરવિંદ મહર્ષિની આખી આશ્રમ વ્યવસ્થાને ભાર તે માતાજીએ સંભાળ્યો. આજે પણ આશ્રમમાં અનેક સાધક-સાધિકાઓ સાધના માટે રહે છે. ટૂંકમાં બ્રહ્મચર્ય સાધનામાં અરવિંદ મહર્ષિએ સ્ત્રી જાતિને અતડી કે દૂર નહોતી રાખી બલકે સ્ત્રી જાતિમાં જે વાત્સલ્યનો ધોધ હસ્તે એને સારે વળાંક આપીને એને સદુપયોગ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com