SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નારીના શરીરસ્પર્શને બદલે હૃદયસ્પર્શની જરૂર નિર્દોષ તસ્પર્શ, વર્યાં જ્યાં સ્ત્રી પુરુષને; ત્યાં નકકી હૃદયસ્પર્શ, ઘટે વિશેષ સાધવો. (૯) હવે સવાલ એ થશે કે બ્રહ્મચારી મુનિઓ અને સંન્યાસીઓ માટે સ્ત્રીના શરીરને સ્પર્શ વર્જિત શા માટે ગણો જોઈએ? આમ તે સ્ત્રી અને પુરુષને ભેદ આપણે આકૃતિ માત્રથી જ ઓળખી શકીએ. અંદર રહેલે આત્મા તે બંનેને એક છે. માટે જ જે મુનિ જિનકલ્પી છે, બ્રહ્મરૂપ છે, અને સમાજના સંપર્કમાં ભાગ્યે જ આવે છે, તેમના માટે સ્ત્રી-પુરુષ બંનેમાં કોઈ ભેદ ન હોઈ શરીરસ્પર્શ વર્જિત ગણાય નથી. દિગંબર જૈન મુનિઓ અથવા પરમહંસે માટે પણ શરીરસ્પર્શ વજિત નથી; પણ જેઓ સમાજ વચ્ચે રહીને સાધના કરે છે, જેમને પરેશે નહીં પણ પ્રત્યક્ષે સમાજ કલ્યાણ સાથે આત્મકલ્યાણ સાધવું છે, તેમના માટે સ્ત્રી-પુરુષ શરીરસ્પર્શ વર્જનની મર્યાદા હોય, એ બરાબર છે. કારણ કે એવાં સાધુસાધ્વીઓનું અનુકરણ કરવા ઘણાં લલચાવાનાં અને તેમને પિતાને પણ સ્ત્રી-પુરુષ અને જગતના અનેક પ્રશ્નો લેવાના હેઈ લેપ ન લાગે તેવું જાગૃતિભર્યું વાતાવરણ રાખવા શરીરસ્પર્શન થાય તેવી મર્યાદાને આગ્રહ જરૂરી ગણાય. પણ જેટલે અંશે શરીરસ્પર્શ ન કરવાને આગ્રહ વધુ હોય, તેટલું જ તેઓ બંને હૃદયસ્પર્શથી નજીક આવે, ખુલ્લા દિલથી એકબીજાની સંમુખ આવે, એ અનિવાર્ય જરૂરી છે, કારણ કે જેને સમાજમાં અહિંસા દ્વારા ક્રાંતિ કરવી હોય તેને માટે એ વિચારવું પડશે કે અહિંસાની, પ્રેમવાત્સલ્યની શક્તિ કેનામાં વધુ છે ? અહિંસાની શક્તિ ત્યાં જ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy