________________
૫૩
હોય જ્યાં બુદ્ધિ કરતાં હૃદય વિકસેલું હોય. સામાન્ય રીતે પુમાં હૃદય કરતાં બુદ્ધિ વધારે વિકસેલી હોય છે. જ્યારે સામાન્ય રીતે સ્ત્રીઓમાં બુદ્ધિ કરતાં હદય વધારે વિકસેલું હોય છે. એટલા માટે જૈન પરિભાષામાં કહીએ તો આજે બ્રહ્મચારી અને સ્થવિર કલ્પી મુનિ માટે સમાજમાં અહિંસક ક્રાંતિ કરવા માટે નારીને નિર્વિકાર શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શની વધારે જરૂર છે. સ્ત્રી શરીરધારી આત્માને અંગત વિકાસ માટે પણ પુરુષ શરીરધારીની હૂંફ જરૂરી રહેવાની. આવી સાચી અને સંપૂર્ણ દૂફ હૃદયસ્પર્શથી જ મળી શકે.
કોઈ એમ કહી શકે કે નર અને નારીને શરીરપર્શ જે નિર્વિકારી હોય તે શા માટે બાધ ગણવો જોઈએ ? જેમણે પ્રત્યક્ષ
જ શરીરસેવાનું કામ કરવું છે, તેવા વાનપ્રસ્થાશ્રમી માટે આવો નિર્વિકારી શરીરપર્શ ક્ષમ્ય ગણી શકાય, કારણ કે તેમને પ્રત્યક્ષ સહકાર્ય કરવાનું હોઈ હૃદયસ્પર્શ અનિવાર્ય નથી. પણ જેમને સમાજને નૈતિક ધાર્મિક પ્રેરણા અને માર્ગદર્શન આપીને સર્વાગી સમાજસેવા કરવી છે, બધાંય ક્ષેત્રે નિબંધ રહીને ખેડવાં છે, તેમને માટે નિર્વિકારી પણ શરીરસ્પર્શની જરૂર નથી. બીજી વાત એ છે કે જેઓ સમાજની સર્વાગી સેવા કરે છે, સમાજના અણઉકેલાયેલા પ્રશ્નોને ધર્મદષ્ટિએ જ ઉકેલવા માટે મથતા હોય છે, તેમને હૃદયને વિકાસ વધુ હોવાથી તેઓ હદયથી નજીક વધુ આવી શકવાથી નિર્વિકારી શરીરસ્પર્શ કરતાં પણ હૃદયસ્પર્શ જ તેમને માટે વધારે જરૂરી સહેજે બની રહે છે.
એક વસ્તુ આજના યુગને જોઈને વિચારવા જેવી છે, તે એ કે આજે ભોગવાદી સંસ્કૃતિનું જોર વધતું જાય છે. ગૃહસ્થજીવનમાં આજે બ્રહ્મચર્ય કે સંયમની મર્યાદાને બદલે અસંયમ સ્વછંદતા અને મુક્ત સહચારનો પ્રવાહ વધતું જાય છે. વાનપ્રસ્થાશ્રમ તે લુપ્તપ્રાય જેવો થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં સંન્યાસાશ્રમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com