________________
૫૪
સાધકે જે નારીના નિર્વિકારી શરીર સ્પર્શના ત્યાગની મર્યાદાને નહીં સાચવે તે સમાજની શ્રદ્ધા અને વિશ્વાસ ટકી શકે કે કેમ? એ દષ્ટિ પણ વિચારણીય છે. અને આગળ કહ્યું તેમ કઈ આવા નિર્દોષ શરીરસ્પર્શનું પણ અનુકરણ કરે તે અનિષ્ટ ઊભાં થાય, માટે નિર્દોષ શરીરપર્શ પણ વજ્ય ગણવો જોઈએ.
જેમણે સમાજની સર્વાગી સાધના કરી છે. અથવા કરવી છે, તેમણે નિર્દોષ શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શને જ વધારે મહત્ત્વ આપ્યું છે, ને આપવું જોઈએ. જો કે નારીનર હૃદયસ્પર્શમાં ભલે જુદા જુદા ખંડાની શયનની મર્યાદા સ્વીકારાય, અથવા અનિવાર્ય એવી બીજી પણ મર્યાદાઓ રખાય, એમાં વાંધો નથી. પણ નજીકના નિવાસ નજીક આહારસેવન અને સાથે વિહારની વસ્તુઓ તો કરવી જ પડશે. તે જ હૃદયસ્પર્શ વધારેમાં વધારે થઈ શકશે. સામાન્ય વિકારી માણસ નારીના સ્થૂળ શરીરસ્પર્શમાં આનંદ માને છે, સુખની કલ્પના કરે છે. જ્યારે ઉચ્ચકોટિના સાધકે હૃદયથી હૃદયના મિલનમાં જ સાચે આનંદ છે, સાચું સુખ છે, એમ માને છે, અને ખરેખર અનુભવની એરણે આ માન્યતા સાચી ઠરી છે. ઉચ્ચકેટિના દેવોમાં પણ શરીરસ્પર્શ વિના વધુ ઊંચે ઉપભોગ નરનારી કરી શકવાની વાત આવે છે. એટલે જ હૃદયથી હૃદયના સ્પર્શમાં આનંદ અનુભવનારાઓને પળે–પળે જાગૃતિ, બ્રહ્મચર્યનિષ્ઠા, અનિવાર્ય મર્યાદા અને બધી ઈદિને સંયમ સાચવો પડે તે સ્વાભાવિક છે. ગૃહસ્થાશ્રમી જીવનમાં કેશાવેશ્યામાં અત્યંત આસક્ત બનેલા ધૂલિભદ્ર પિતાના પિતાના મૃત્યુના સમાચાર સાંભળતાં આંચકા અનુભવે છે. અને કેશાવેશ્યાને છોડીને વિરાગ્ય પામી મુનિ બને છે. મુનિ જીવનમાં વર્ષો વીતી ગયાં. એક દિવસ સ્થૂલિભદ્ર મુનિ ચિંતામાં લીન થઈને વિચારે છેઃ “મેં વર્ષો સુધી ગૃહસ્થજીવનમાં કેશાને શરીરસ્પર્શ કર્યો અને વૈષયિક આનંદ લૂંટયો, પણ જે આનંદ હૃદયસ્પર્શમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com