________________
૫૫
છે, આત્મિકસમાં છે, તે આનંદ વિષય સુખમાં ક્યાં છે ? પણ હું કેશાને તરછોડીને આજે એકલે જ આમિકરસને આનંદ લૂંટી રહ્યો છું. મારી સાથે વયિક સુખમાં રાચનાર દશાને પણ આ આત્મિકરસને અનુભવ કરાવું તો કેવું સારું?”
પિતાના ગુરુ સંભૂતિ વિજય મુનિની પાસે સ્થૂલિભદ્ર મુનિ આવે છે. હાથ જોડીને બેસી જાય છે. ચાતુર્માસની વાત ચાલતાં જ બીજા ત્રણ ગુરુભાઈએ પૈકીના એક સિંહની ગુફામાં, એક સાપના રાફડા ઉપર અને એક કૂવાની અંદર ચાતુર્માસ ગાળવાની રજા માગે છે. જ્યારે સ્થૂલિભદ્ર મુનિ એક વખત્ની પ્રેમિકા કેશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ ગાળવાની રજા માગે છે. ગુરુદેવે ચારે શિને પિતાના મનનીત સ્થળે ચાતુર્માસ ગાળવાની રજા આપી દીધી. આ રીતે
સ્થૂલિભદ્ર મુનિ પાટલિપુત્રમાં કેશા વેશ્યાને ત્યાં આવ્યા; અને એના મકાનમાં ચાતુર્માસ ગાળવાની રજા માગી. કોશાએ સહર્ષ ઉતરવાની રજા આપી. કોશાના મનમાં એમ હતું કે “આ સૂનું હૃદય હવે ભરાઈ જશે અને સ્થૂલિભદ્ર મારા પ્રેમના રંગમાં રંગાઈ જશે.”
કોશાએ મુનિ યૂલિભદ્ર ઉપર પિતાને રંગ જમાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. તે નવા નવા પિશાકે સજીને, હાવભાવ કરીને, નૃત્યગીત કરીને સ્થૂલિભદ્ર મુનિને રિઝવવાનો પ્રયત્ન કરવા લાગી. પણ સ્થૂલિભદ્ર મુનિનું મન હવે વૈષયિક સુખને બદલે આત્મિક વિરલ સુખ અને વિરલ સંતોષ માણવામાં ઘડાઈ ગયેલું હતું, શરીરસ્પર્શને બદલે હૃદયસ્પર્શનું મહત્ત્વ અનુભવી ચૂક્યું હતું, એટલે કાશાના રાગરંગ, નૃત્ય, ગીત, હાવભાવોને સાચે વળાંક આપવા માટે તેઓ વધારે ને વધારે વાત્સલ પાથરતા ગયા. એક દિવસ કેશાએ પૂછી જ લીધું: “આ૫ આમ કેમ મને ફીકા ફેકા દેખાઓ છો ? આપની ભૂતકાળની રંગરસિયા તરીકેની રસવૃત્તિ ક્યાં ચાલી ગઈ ? મારા નૃત્ય, ગીત, હાવભાવમાં હવે કંઈ જ રસ લેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com