________________
૫૬
નથી! શરીરસ્પર્શનું સુખ માણવાની ઈચ્છા જ થતી નથી. આમ કેમ ?” સ્થૂલિભદ્ર બોલ્યા : “મને હવે એ અનુભવ થઈ ચૂક્યો છે કે શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શમાં સાચે, સ્થાયી અને પૂર્ણ આનંદ છે. જેણે એ આનંદ માણ્યો હોય, તેને હવે શરીરસ્પર્શના ક્ષણિક અને મિથ્યા આનંદમાં મન જ કેમ રહી શકે ? હું તમારે ત્યાં એટલા માટે જ ચાતુર્માસ ગાળવા આવ્યો છું કે કશા હજુ શરીરસ્પર્શમાં જ રાચીને રહેતી હશે, હું તો હૃદયસ્પર્શને આનંદ લૂંટી રહ્યો છું. ત્યારે શા માટે કેશાને હૃદયસ્પર્શના આનંદને હાવ ન આપું ? કાશ ! તારામાં હાવભાવ, સૌન્દર્ય, રંગરાગ અને નૃત્યગીતની કળા છે, પણ એનાથી તેને સ્થાથી અને સાચે આનંદ મળ્યો નથી! પણ જો તું આ બધાને વાત્સલ્યભાવમાં પરિણત કરી જગતમાં વહાવશે, અને તારા શરીર અર્પણતાના ગુણને હાર્દિક અર્પણતામાં પલટી નાખશે, તો તેને સાચે અને સ્થાયી આનંદ મળશે. એટલું જ નહીં અનેક માટે સાચા આનંદની દાત્રી અને પ્રેરણામૂર્તિ તું બની રહીશ. તારું જીવન નો અને સર્વાગી વિળાંક લઈ લેશે. હું એને જ હૃદયસ્પર્શને મહાન આનંદ કહું છું. કેશા ! સન્દર્ય બાહ્યસ્પર્શની વસ્તુ નથી. એ તે હૃદયસ્પર્શની જ વસ્તુ છે. હૃદયસ્પર્શ વિનાનું શરીરસ્પર્શવાળું સૌન્દર્ય સરી જ જાય છે. વાત્સલ્યની સરિતા ખરેખર તે સમાજ અને જગત પ્રત્યે વહેવડાવવા માટે તારું સૌન્દર્ય છે, વૈષયિક સુખ માણવા માટે નહીં. એટલે હવે હું તારા શરીરને
સ્પર્શ કરવા માગતા નથી, તારા હૃદયને સ્પર્શ કરવા માગું છું. અને એ જ હવે બાકી રહ્યો છે. સ્થૂલિભદ્રના એકેએક વાક્યમાં અપૂર્વ રસ કરી રહ્યો હતો. કેશાના શૃંગારિક માનસમાં વૈરાગ્યરસે હવે અડ્ડો જમાવી લીધા હતા. તરત કેશાની હૃદયતંત્રી ઝણઝણ ઊઠી. તેણુએ વિનમ્ર થઈને કહ્યું: “બસ, મુજ તન, મન, બુદ્ધિ, પ્રાણ અને હૃદયના આરાધ્યદેવ ! સર્વસ્વ ભગવાન ! હું આજે હૃદયસ્પર્શનું મહત્વ સમજી ચૂકી છું. આજથી હું હૃદયસ્પર્શની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com